ડીસાની SCW સ્કૂલ ખાતે રમતોત્સવ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-03 10:51:11
  • Views : 341
  • Modified Date : 2022-09-03 10:51:11

વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાત રમતગમત વિશે જાણતા થાય તે માટે દર વર્ષે સરકાર દ્વારા વિવિધ રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે..ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શહેરી વિસ્તારોના વિદ્યાર્થીઓની જેમ રમત-ગમતમાં સારું પ્રદર્શન કરે તે માટે ખાસ રમતોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે જે અંતર્ગત આજે ડીસા શહેરમાં નગરપાલિકા સંચાલિત SCW સ્કૂલ ખાતે આજે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર તેમજ ડીસા શિક્ષણ સમિતિના ચેરમેન વાસુભાઈ મોઢ દ્વારા દીપ પ્રાગટ્ય કરી રમતોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આજે યોજાયેલ આ રમતોત્સવમાં SCW સ્કૂલના 1000થી પણ વધુ વિદ્યાર્થીઓએ 10થી પણ વધુ રમત સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં રસ્સાખેંચ, લીંબુ ચમચી સંગીત ખુરશી લાંબી દોડ સહિતની અનેક રમતોમાં વિદ્યાર્થીઓ ખેલદિલી પૂર્વક ભાગ લઈ પ્રદર્શન કર્યું હતું આજે યોજાયેલા આ કાર્યક્રમમાં ખાસ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો તેમ જ પાલિકાપ્રમુખ પણ રમતગમતમાં જોડાયા હતા અને રસ્સા ખેંચમાં પાલિકા પ્રમુખ સહિતના સભ્યો જોડાઈ રમતને પ્રોત્સાહન આપ્યું હતું આજે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ,શિક્ષકો તેમજ પાલિકાના સદસ્ય હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Download Our B K News Today App



Related News