થરાદ નગરમા માં મોગલના પ્રાગટ્ય દિવસ નિમિત્તે મોગલ છોરુઓ દ્વારા માતાજીની વિશેષ પુજા અર્ચના કરવામાં આવી હતી અને ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-20 11:57:07
  • Views : 222
  • Modified Date : 2021-10-20 11:57:07

 

 

ગુજરાતભરની અઢારેય વર્ણ જેની આરાધના કરે છે જેના નામરુપી કવચમા પોતાનું યોગક્ષેમ અનુભવે . એવા મોગલમાના  પ્રાગટ્ય દિવસ નિમિતે થરાદ નગરમા મોગલ છોરુઓ દ્વારા માતાજીની વિશેષ પુજા અર્ચના કરવામાં આવી હતી . વખારવાસ પાસે આવેલ મોગલ માતાના મંદિરમાં મોગલ માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે થરાદ મોગલધામ ખાતે ડાયરાનુ  આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં કલાકારો દ્વારા રમઝટ બોલાવવામા આવી હતી અને થરાદ વાવ સુઈગામના બધા મોગલ છોરું હાજર રહી મોગલ માતાજીમા પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામા આવી  હતી જેમાં થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત,પ્રતાપસિંહ રાજપુત, પ્રકાશભાઈ સોની,લક્ષ્મણભાઈ,મહેશભાઈ, વગેરે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ધૂમધામથી માં મોગલના  પ્રાગટ્ય દિવસની  ઉજવણી કરી હતી

Download Our B K News Today App



Related News