7 બ્લોક ખોખોની સ્પર્ધામાં કાંટ ગામની વિદ્યાર્થીની વિજેતા બનતા ખાસ સન્માન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-09 11:49:52
  • Views : 210
  • Modified Date : 2022-03-09 11:49:52



ડીસા તાલુકાના ગામે રહેતી કિંજલ મકવાણાએ નેપાળ ખાતે ઇન્ટરનેશનલ કક્ષાની યોજાયેલી ખો-ખોની સ્પર્ધા માં વિજય બનતા તેનો આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.

 

શહેરી વિસ્તારની જેમ ગ્રામીણ વિસ્તારની દીકરીઓ પણ રમતગમત ક્ષેત્રે આગળ વધે તે માટે હવે ગ્રામીણ કક્ષાએ પણ વિવિધ રમતોમાં વિદ્યાર્થીનીઓને અભ્યાસની સાથોસાથ રમતગમત ક્ષેત્રે તૈયાર કરવામાં આવી રહી છે જે અંતર્ગત નેપાળ ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ કક્ષાની ખો-ખો ની સ્પર્ધા માં સમગ્ર વિશ્વમાંથી અનેક રમતવીરો આવ્યા હતા જેમાં ડીસા તાલુકાના કાટ ગામની દીકરી કિંજલ મકવાણાએ પણ ભારત દેશ વતી ભાગ લીધો હતો. અને નિષ્ઠાપૂર્વક ની રમત માં સારું પ્રદર્શન કરતાં ભારત દેશની ટીમ વિજેતા બની હતી તેથી તેમને ગોલ્ડ મેડલથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ડીસા તાલુકાના કાંટ ગામે રહેતા મથુરજી મકવાણા દ્વારા સન્માન સમારોહ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ સન્માન સમારોહમાં બનાસકાંઠા જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ પીનલબેન ઘાડિયા, ડીસા તાલુકાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇ બાબુભાઈ માળી હરીજી મકવાણા શહીદ અન્ય સમાજના લોકો અને સામાજિક સંસ્થાના લોકોએ કિંજલ મકવાણા નું સન્માન કર્યું હતું વિશ્વ કક્ષાએ ખો-ખોની સ્પર્ધા માં એક ગ્રામીણ વિસ્તારની દીકરીએ ભારત દેશનું નામ રોશન કર્યુ છે.ત્યારે આજે આ ખાસ સન્માન સમારોહમાં તેનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું

Download Our B K News Today App



Related News