કોરોનાને કારણે થતી સમસ્યાઓ માટે આયુષ આધારિત ઉપાય માટે દેશવ્યાપી “આયુષ કોવિડ-19 કાઉન્સેલિંગ હેલ્પલાઇન” કાર્યરત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-22 16:19:40
  • Views : 256
  • Modified Date : 2021-05-22 16:19:40

    કોવિડ-19ને કારણે સર્જાયેલી સમસ્યાઓ, કોરોના પછીની સમસ્યાઓ માટે આયુષ આધારિત ઉપાય માટે કેન્દ્રના આયુષ મંત્રાલય દ્વારા સમાજને મદદરૂપ વિશેષ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. આયુષ હેલ્પલાઈન માટે ટોલ ફ્રી નંબર 14443 છે જે સપ્તાહના સાતેય દિવસ સવારે 6.00થી રાત્રે 12.00 કલાક સુધી કાર્યરત રહેશે. એમ આયુષ નિયામકની યાદીમાં જણાવાયુ છે.

    યાદીમાં વધુમા જણાવ્યા અનુસાર આ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 14443 દ્વારા આયુષના તમામ અલગ અલગ વિષય નિષ્ણાંતો નાગરિકોના સામાન્ય પ્રશ્નોના ઉકેલ માટે ઉપલબ્ધ રહેશે. જેમાં નાગરિકો હેલ્પલાઈન થકી આયુર્વેદ, હોમિયોપેથી, યોગ, નૈસર્ગિક ઉપચાર (નેચરોપેથી), યુનાની અને સિદ્ધા માટે માર્ગદર્શન મેળવી શકશે. જેમાં નિષ્ણાંતો દ્વારા નાગરિકો તેમજ દર્દીઓને માત્ર ઉપાય કે અનુકૂળ ઇલાજની સાથે સાથે તેમની નજીકમાં ઉપલબ્ધ આયુષ કેન્દ્રોની માહિતી પણ પૂરી પાડશે.આ સાથે ગુજરાત સરકારના આયુષ વિભાગ દ્વારા કોરોનાની શરુઆત (એપ્રિલ 2020થી) થી જ નાગરિકોને નજીકના આયુષ સારવાર કેન્દ્રોની માહિતી https://ayush.gujarat.gov.in પર ઉપલબ્ધ કરાવેલ છે જેમાં જે તે આયુષ ડૉ.ના વ્યક્તિગત મોબાઈલ નંબરની માહિતી પણ ઉપલબ્ધ કરાવેલ છે અને જેનો ગુજરાતના નાગરિકો લાભ લઈ રહ્યા છે. આ આયુષ હેલ્પલાઇન થકી આયુષ નિષ્ણાંતો દર્દીઓને કોવિડ-19 પછીના ઉપાય માટેના સૂચનો અંગે પણ માહિતી આપશે.

    આ હેલ્પલાઇન આઇવીઆર ( ઇન્ટરએક્ટિવ વોઇસ રિસ્પોન્સ)થી સજ્જ છે અને હાલમાં તે હિન્દી તથા અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે. નજીકના ભવિષ્યમાં અન્ય ભાષાઓનો પણ તેમાં સમાવેશ કરાશે. પ્રારંભમાં આ હેલ્પલાઇન એક સાથે 100 કોલ લઈ શકશે અને ભવિષ્યમાં જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ સંખ્યામાં વધારો કરાશે. આ હેલ્પલાઇન મારફતે આયુષ મંત્રાલય દેશમાં કોવિડ-19ના ફેલાવાને નિયંત્રણ રાખવાના યોગદાનમાં મદદરૂપ થશે આ હેલ્પલાઈનને સ્ટેપવન એનજીઓ પ્રોજેક્ટની મદદથી કાર્યરત કરાઈ છે.

    નોંધનીય છે કે આયુષ સિસ્ટમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે ઉપયોગમાં લેવાતી દેશની સૌથી જૂની મેડિકલ સિસ્ટમ છે અને સમગ્ર દેશમાં તેને આવકાર મળેલો છે. કોરોના સામે ઘરમાં જ રહીને સારવાર કરી શકાય અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે હેતુથી કોરોનાની મહામારીના વર્તમાન સમયમાં આયુષની સારવાર અને ઉપાયોના ઉપયોગમાં વધારો જોવા મળ્યો છે.


Download Our B K News Today App



Related News