આજરોજ ડીસા તાલુકાના ખરડોસણ ગામે આવેલ ચોસઠ જોગણી માતાના મંદિરે સામાજિક સદભાવ સમિતિ બેઠક યોજાઇ હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-11 12:13:40
  • Views : 601
  • Modified Date : 2021-10-11 12:13:40

આજરોજ ડીસા તાલુકાના ખરડોસણ ગામે આવેલ ચોસઠ જોગણી માતાના મંદિરે ખરડોસણ સામાજિક સદભાવ સમિતિની બેઠક યોજાઇ હતી.ડીસા તાલુકાના ખરડોસણ ગામે રાષ્ટ્રીય સ્વયસેવક સંધ તાલુકાના સામાજિક સદભાવના બેઠક યોજાઈ હતી. બેઠકમાં સમગ્ર રાજ્યમાં સમરસતા અભિમાની અંતર્ગત તમામ સમાજને એક તાંતણે બંધાઈ તે હેતુથી ખરડોસણ વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી કાર્યક્રમ યોજાયો હતો. આજે જે પ્રમાણે દિવસે ને દિવસે દરેક સમાજમાં જે ભાગ પડી રહ્યા છે તેને લઈ મોટાભાગના સમાજમાં નુકશાન થતું જોવા મળી રહ્યું છે.ત્યારે દરેક સમાજ એક સંપ થાય તે માટે હાલમાં સ્વયમ સેવક દ્વારા ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો થકી જાગૃતતા લાવવામાં આવી રહી છે.જેમાં આજરોજ ડીસા તાલુકાના ખરડોસણ ગામે પણ આજે સામાજિક સદભાવના કાર્યક્રમ યોજાયો હતો. જેના મુખ્ય વક્તા તરીકે પરેશભાઈ વ્યાસ તેમજ ગામ વિકાસ પ્રમુખ હાજર રહ્યા હતા. બેઠકમાં જિલ્લા વ્યવસ્થા પ્રમુખ  ભુપતભાઇ પુરોહિત ડીસા તાલુકાના કાર્યવાહ ડોક્ટર ઇશ્વરભાઇ ચૌધરી તેમજ દિનેશભાઈ અનાવાડિયા સંસદ સભ્ય, ઠાકોર અભેસિંગ, અમરતભાઈ મંત્રી, મહોબતસિંગ આજુબાજુના ડેલિકેટ  દૂધ મંડળીના મંત્રી તેમજ આજુબાજુ ગામના લોકો હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News