નવસારીમાં ઉલ્ટી ગંગા વહેતી હોય તેવી સ્થિતિ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-05-18 11:28:20
  • Views : 86
  • Modified Date : 2024-05-18 11:28:20

નવસારી : હવા અને પાણી એ જીવનની પહેલી અને પાયાની જરૂરિયાત ગણાય છે.ઉનાળામાં લોકોને શુદ્ધ પાણી મળે રહે તેની વ્યવસ્થા કરવાની જવાબદારી તંત્રની હોય છે પંરતુ નવસારીમાં ઉલ્ટી ગંગા વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.પાલિકાએ શહેરના વિવિધ સ્થળોએ વોટર એટીએમ મૂક્યા છે જેમાંથી ઉનાળામાં લોકો ઠંડુ પાણી મેળવી શકે તેવી વ્યસ્થા ઉભી કરાઈ છે પરંતુ છ મહિનાથી આ વોટર એટીએમ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે. વોટર એટીએમની જ્યારે જરૂર પડતી હોય ત્યારે ઉનાળામાં જ બંધ હાલતમાં પડ્યા છે. સૂત્રો અનુસાર એવું નથી કે પાલિકા પાસે પાણી નથી, પાણી તો ભરપૂર છે પરંતુ વિતરણ વ્યવસ્થાનું આયોજન નથી.પાલિકાના અધિકારીઓની અણઆવડતને કારણે પ્રજાને હેરાન થવું પડી રહ્યું છે.ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને ઠંડુ પાણી મળી શકે તે માટે 20 લાખના ખર્ચે વોટર એટીએમ મુકાયા છે. તંત્રના ગેર વહીવટના કારણે શહેરીજનોના નાણાં પાણીમાં ગયા છે.

Download Our B K News Today App



Related News