ડીસામાં મોરબી દુર્ઘટનામાં મૃતકોની આત્માની શાંતિ માટે મૌન પાળી પ્રાથના કરી; વિવિધ રાજકીય સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-11-01 14:47:35
  • Views : 234
  • Modified Date : 2022-11-01 14:47:35

 

ડીસામાં મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત વિવિધ સામાજિક સંગઠનોએ કેન્ડલ સળગાવી મૌન પાળ્યું હતું. તેમજ મૃતકોના પરિવારને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે તે માટે પ્રભુને પ્રાર્થના કરી હતી.

 

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતા સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુનો આંક ધીરે ધીરે વધી રહ્યો છે. ત્યારે મૃતકોની આત્માની શાંતિ માટે ડીસામાં સાંઈબાબા મંદિર ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયેલું હતું. જેમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત વિવિધ સામાજિક સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કેન્ડલ સળગાવી બે મિનિટનું મૌન પાળી મૃતકોની આત્માની શાંતિ માટે પ્રભુને યાદ કર્યા હતા. સાથે સાથે કેન્ડલ માર્ચ યોજી મૃતકોના પરિવાર પર આવી પડેલા દુઃખને સહન કરવાની શક્તિ આપે તે માટે પ્રભુને પ્રાર્થના કરી હતી

Download Our B K News Today App



Related News