દારૂબંધી ધરાવતા ગુજરાતમાં યુવાનોને નશાખોરી થી દૂર રાખવા ડીસા કોલેજ માં NSUI દ્વારા સિગ્નેચર કેમ્પઈ શરૂ કરવામાં આવ્યું છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-30 11:24:14
  • Views : 275
  • Modified Date : 2022-07-30 11:24:14

 

જેમાં કોલેજના હજારો વિદ્યાર્થીઓએ સહી કરી નશાખોરી સામે વિરોધ દર્શાવ્યો હતો  અને અન્ય લોકોને પણ જાગૃત કરવા માટે આહવાન કર્યું હતું . . .

ગુજરાતમાં છેલ્લા કેટલા સમયથી મોટી માત્રામાં ડ્રગ્સ પકડવાનો સિલસિલો જારી છે જ્યારે તાજેતરમાં જ લઠ્ઠા કાંડથી પણ અનેક લોકોના મોત થતાં રાજ્યભરમાં ઝડપથી ફેલાઈ રહેલા નશાખોરીના આ માહોલ વિરુદ્ધ વિદ્યાર્થીઓ માં જાગૃતિ લાવવા ડીસા કોલેજમાં NSUI દ્વારા અભિયાન હાથ ધરાયું હતું કોલેજમાં વિદ્યાર્થીઓનો સિગ્નેચર કેમ્પ ચલાવી નશાથી દૂર રહેવા આહવાન કરવામાં આવ્યું હતું. હાલમાં બુટલેગરો તેમજ ડ્રગ્સ પેડલરો ખાસ કરીને કોલેજીયન યુવાનોને ટાર્ગેટ કરતા હોવાથી કોલેજના યુવાનો આ બદીમાં ના ફસાય તે માટે NSUI દ્વારા સહી ઝુંબેશ સાથે વિદ્યાર્થીઓને નશાથી થતી હાની અંગે માર્ગદર્શન આપી નશાથી દૂર રહેવા આહવાન કરવામાં આવ્યું હતું. સાંજે ડીસા NSUI  પ્રમુખ હાર્દિક પઢીયાર એ જણાવ્યું હતું કે યુવાધનને નશાખોરી થી બચાવવા માટે આજે સહી ઝુંબેશ શરૂ કરી હતી જેમાં હજારો વિદ્યાર્થીઓ ને નશાખોરી અંગે કોઈ પણ માહિતી મળે તો સરકારને આપી જાગૃતી લાવવા માહિતી આપી હતી . .  .

Download Our B K News Today App



Related News