સમીમાં અલ્પેશ ઠાકોરની સામે શક્તિ પ્રદર્શન : સ્થાનિકોની ટીકીટની માગ

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-12 11:28:14
  • Views : 163
  • Modified Date : 2022-10-12 11:28:14

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ શરૂ થયા તેની સાથે જ કેટલાક મત વિસ્તારોમાં દિગ્ગજ નેતાઓ શક્તિ પ્રદર્શનનો માર્ગ અપનાવી રહ્યા છે અને આડકતરી રીતે ટીકીટ મેળવવાના પ્રયાસ કરાઇ રહ્યા છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા  રાધનપુર વિધાનસભામાં રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપના જ સ્થાનિક આગેવાનોમાં સ્થાનિક ઉમેદવારની માંગ સાથેઆંતરિક વિવાદ જાેવા મળી રહ્યો છે. ભાજપના બે પૂર્વ ધારાસભ્યો અલ્પેશ ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે. તેઓ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.તાજેતરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે અલ્પેશ ઠાકોરના ચૂંટણી લડવાના સંકેત આપ્યા હતા. જે બાદ પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને નાગરજી ઠાકોર દ્વારા સ્થાનિક ઉમેદવારની માંગ સાથે અલ્પેશ ઠાકોરનો વિરોધ કરતા જાેવા મળી રહ્યો છે, ત્યારે આજે પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને નાગરજી ઠાકોરની આગેવાનીમાં 'જીતશે સ્થાનિક હારશે બહારનો, લડશે સ્થાનિક જીતશે સ્થાનિક'ના સ્લોગન સાથે સમીના રણાવાડા ગામે  રાધનપુર વિધાનસભાના અઢારે આલમનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ઠાકોર, ચૌધરી, માલધારી, આહિર સમાજના લોકો હાજર રહ્યા હતા.મહાસંમેલનના સભા સ્થળે મોટી સખ્યામાં લોકો ઉમટ્યા હતા. આ સંમેલનમાં ભાજપમાંથી સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળે એવી માંગ ઉઠી હતી.  હાલ એવી અટકળો ચાલી રહી છે કે, રાધપુર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતારી શકે છે. રાધનપુરના બે પૂર્વ ધારાસભ્ય સહિત અઢારે આલમ અલ્પેશ ઠાકોર વિરૂદ્ધ હોવાના સૂર આ વિસ્તારમાં ઉઠવા પામ્યો છે. ભાજપના નેતા નાગરજી ઠાકોર-લવિંગજી ઠાકોર  જૂથ દ્વારા અલ્પેશ ઠાકોરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ચાણસ્મા ખાતે શસ્ત્રપૂજનમાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે  અલ્પેશ ઠાકોર ચૂંટણી લડે અને જીતે તેવી શુભકામનાઓ પણ પાઠવી છે. સી.આર.પાટીલે જણાવ્યું કે, 'અલ્પેશભાઈ અમારા સિનિયર આગેવાન છે, તેઓ ચૂંટણી લડે અને સીટ પર વિજયી થાય એવી શુભેચ્છાઓ આપીએ છીએ. તેમણે જણાવ્યું કે, ટિકિટ આપવાનો ર્નિણય હાઈકમાન્ડ દ્વારા કરવામાં આવશે. તાજેતરમાં અલ્પેશ ઠાકોરે રાધનપુરમાં યોજાયેલા બનાસડેરીની મહિલા જાગૃતિ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, 'મારે અહીંયાથી પરણવું છેપરણાવવાની જવાબદારી તમારી છે. જાન રંગેચંગે જાેડાય અને તમે મુરતિયાને પરણાવો એવી વિનંતી કરું છું. મારાથી ભૂલચૂક થઇ હોય ક્યાય મનદુઃખ થયું હોય તો તમામ આગેવાનો મને માફ કરજાે.'

Download Our B K News Today App



Related News