થરાદના પીલુડા ખાતે આવેલ બનાસબેંકમાંશોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં અફરાતફરી માહોલ સર્જાયો હતો જેમાં ATM સહિત ફર્નિચર બળીને ખાખ થઈ ગયો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-21 10:56:13
  • Views : 243
  • Modified Date : 2022-04-21 10:56:13

 

થરાદના પીલુડા ખાતે આવેલ બનાસબેંકમાંશોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં અફરાતફરી માહોલ સર્જાયો હતો જેમાં ATM સહિત ફર્નિચર બળીને ખાખ થઈ ગયો હતો.

બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે અને આ ગરમીના કારણે આગની ઘટનાઓ પણ બનતી હોય છે જેમાં ક્યારેક ખેતરમાં તો ક્યારેક વાહનોમાં એકાએક આગ લાગી જતી હોય છે ત્યારે પીલુડામાં આવેલ બનાસ બેન્કની શાખામાં આજે વહેલી સવારે આગ લાગી હતી..બનાસ બેન્કના એટીએમ મશીનમાં આગ લાગતા આજુબાજુના લોકોએ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી..જેમાં ફાયર વિભાગના અધિકારીઓ તાત્કાલિક ધોરણે આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આ આગમાં મહત્વની વસ્તુઓ,કાગળ તેમજ ફાઈલને બચાવી લેવામાં આવી હતી પરંતુ આગ ભયાનક હોવાના કારણે ભૌતિક ચીજવસ્તુઓ જેવી કે ફર્નિચર અને એટીએમને નુકસાન થયું હતું..જેમાં અંદાજે દોઢ લાખ ઉપરની વસ્તુનીનુકસાનનો અંદાજો બેંક મેનેજરે લગાવ્યો છે.. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હશે તેવું બેંક મેનેજર દ્વારા જાણવા મળ્યું હતું જોકે સત્વરે થરાદ વિભાગના અધિકારીઓ દ્વારા આગ પર કાબૂ મેળવતા મોટું નુકસાન થતું અટકાવ્યું હતું.

Download Our B K News Today App



Related News