રાજકોટનાં જસદણમાં 13 વર્ષની સગીરા માતા બની હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-15 17:09:27
  • Views : 426
  • Modified Date : 2024-03-15 17:09:27

રાજકોટ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સગીરાઓના અપહરણના ગુના અને છેડતી તેમજ બળાત્કારની ફરિયાદો પોલીસ ચોપડે નોંધવામાં આવી છે. આજે જસદણના ગ્રામીય પંથક માં રહેતા એક પરિવારની કિશોરી પર કૌટુંબીક કાકા-ભત્રીજાએ દુષ્કર્મ ગુજાર્યુ હતું આ બનાવમાં 13 વર્ષીય સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તેમને હોસ્પિટલે લઈ જવાતા કિશોરી ગર્ભવતી હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આ મામલે કિશોરીના પિતાએ તેમના કૌટુંબીક કાકાનો સંપર્ક કરતા તેઓએ પુરાવાનો નાશ કરવા સગીરાના પરિવારને જસદણમાં શ્રીજી ક્લિનિક ધરાવતા તબીબ પાસેથી લઈ ગયા હતાં અને ત્યાં બાળકનો જન્મ થયા બાદ બાળકને કમળાપુર ગામે વેચી મામલો રફેદફે કરવા જતાં કિશોરીના માતા-પિતાએ તુરંત પોલીસનો સંપર્ક કરતા કાકા-ભત્રીજા અને તબીબને સકંજામાં લઈ પોક્સો, દુષ્કર્મ, પુરાવાનો નાશ કરવો અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તજવીજ શરૂ કરી છે.મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેઓના પતિ મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓની 13 વર્ષની દિકરીને થોડા દિવસો પહેલા પેટમાં દુખાવો થતાં તેઓને હોસ્પિટલે લઈ ગયા હતાં ત્યાંથી કિશોરી ગર્ભવતી હોવાની તપાસમાં ખુલ્યું હતું. આ મામલે ગભરાઈ ગયેલા કિશોરીના માતા-પિતાએ તેઓના કૌટુંબીક કાકા ને  હકીકત જણાવી હતી. જે મામલે સગીરા પર કાકા અને ભત્રીજા એ  દુષ્કર્મ ગુજાર્યુ હોવાનું કિશોરીની આકરી પુછપરછમાં ખુલ્યું હતું. આ મામલે આરોપીઓ કુટુંબના જ વ્યક્તિઓ હોય જેથી મામલો રફેદફે કરવા માટે તુરંત ગામમાં રહેતા ડો. રાદડિયા જેઓ શ્રીજી ક્લિનિક ધરાવે છે. તેનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ સગીરાના માતા-પિતાને ધમકી આપી હતી કે હું કહું તેટલુ જ કરવાનું રહેશે નહીં તો તમારી આબરૂ ગામમાં જતી રહેશે જેથી કિશોરીના માતા-પિતા સહમત થયા હતાં અને કિશોરીના માતા-પિતા સગીરાને શ્રીજી ક્લિનિકમાં ડો. રાદડિયાને ત્યાં લઈ ગયા હતા ત્યાં કિશોરીએ એક બાળકને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ કિશોરીને અને તેમના માતાપિતાને ઘરે મોકલી દીધા હતાં ડો. રાદડિયા  ભત્રીજા એ આ બાળક કમળાપુરમાં રહેતા એક દંપતિને વેંચી દીધું હતું. આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા જસદણ પોલીસ મથકનાપીઆઈ ટી.બી. જાનીએ બનાવની ગંભીરતાથી લઈ તુરંત ક્લિનિક ધરાવતા ડો. રાદડિયા સહિત ત્રણ વ્યક્તિને સકંજામાં લઈ પુછપરછ શરૂ કરી છે.જસદણમાં 13 વર્ષની સગીરા પર બળાત્કારની ઘટનામાં સગીરાએ બાળકને જન્મ આપ્યા બાદ તબીબ અને તેમના કૌટુંબીક કાકાએ બાળકને ગામમાં રહેતા એક દંપતિને વેંચી નાખ્યું હતું આ ઘટનામાં તપાસ કરતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, બાળક કેટલા રૂપિયામાં વેચ્યુ અને બાળક લેનાર દંપતિની આ ઘટનામાં શું ભૂમિકા છે તેની તપાસ થઈ રહી છે. આ ઘટનાના પગલે જો બાળક લેનાર દંપતિની આ ગુનામાં કોઈ સંડોવણી હશે તો તેઓને પણ આરોપી બનાવાશે તેમ તપાસ કર્તા અધિકારીએ જણાવ્યું હતું.જસદણ પંથકની 13 વર્ષની સગીરાને આંઠ મહિનાનું ગર્ભ હોવાનું ખુલતા તેમણે કૌટુંબીક ભત્રીજો  તેમના માતા-પિતાને જણાવી ડિલેવરી માટે ડો. રાદડિયા પાસે શ્રીજી ક્લિનિકમાં લઈ ગયા હતાં. સામાન્ય રીતે કોઈ 18 વર્ષથી ઓછી ઉમરની સગીરા ગર્ભવતી હોય ત્યારે તબીબ દ્વારા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવે છે અને એમ.એલ.સી. નોંધવામાં આવે છે. ત્યારે આ ઘટનામાં ડો. રાદડિયાએ સગીરા સગર્ભા હોવાનું જાણવા છતાં બનાવ છુપાવી અને સગીરાની પ્રસૃતિ કરાવી હતી. તેમજ જે બાળકને જન્મ આપ્યો તે બાળક કમળાપુર ગામે વેચી નાખ્યું હતું. આ ઘટનાને લઈ ડો. રાદડિયાને પણ આરોપી બનાવાયા છે તેમણે પુરાવાનો નાશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

Download Our B K News Today App



Related News