રાજકોટના પડધરીથી નવજાત બાળકી મળી આવી, બાળકીને કપડાં પર ધૂળ નાખી ઢાંકી દેવામાં આવી હતી,સ્થળ પર સારવાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-03 12:54:16
  • Views : 239
  • Modified Date : 2021-07-03 12:54:16

    રાજકોટના પડધરી ગામમાં આજે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ગામના આગેવાને 108ને જાણ કરવામાં આવી હતી કે લાલ કપડાં પર ધૂળ નાંખી ઢાંકેલુ બાળકી મળી આવી છે. જેના આધારે 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને તુરંત બાળકીની સારવાર શરુ કરી હતી. ગ્રામજનોમાં ફુલ જેવા બાળકને તરછોડી મુકનાર માતા સામે ધિક્કારની લાગણી વ્યાપી હતી.

    પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે 6:30 કલાક આપસાસ પડધરીના નાની ખીજળીયા ગામના તળાવ નજીક એક નવજાત બાળકી મળી આવી હતી. બાળકીને લાલ કપડામાં વિંટોળી અને તળાવ નજીક મુકી દઈ તેના પર ધૂળ નાખી દેવામાં આવી હતી. પરંતુ બાળકી જીવતી હોવાથી ત્યાંથી નીકળતા એક રાહદારીની નજર તેના પર પડી અને તેણે કપડું ખોલી જોતાં તેમાંથી બાળકી મળી આવી હતી. તેથી ગ્રામજનો દ્વારા તળાવ નજીક તાજી જન્મેલી બાળકીને મુકી ગયું હોવાની જાણ તુરંત 108ને કરવામાં આવી હતી.
    
    તાત્કાલીક 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરતાં પાયલોટ, ઇએમટી ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને બાળકીને 108માં જ ઓક્સિજન પૂરું પાડીને તાત્કાલીક સારવાર આપવામાં આવી હતી. જરૂરી સારવાર આપી બાળકીને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અંબા બાદ ફરીવાર એક ત્યજેલી બાળકી મળી આવી છે.

Download Our B K News Today App



Related News