સુરત : આપઘાત કરી મોતને વહાલું કરનાર પત્નીના મૃત્યુના 21માં દિવસે સુરતમાં પતિનું છાતીમાં દુખાવા બાદ મોત, 6 મહિનાનો પુત્ર નોધારો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-29 12:50:08
  • Views : 341
  • Modified Date : 2021-06-29 12:50:08

       સુરતમાં પત્નીના મૃત્યુના 21માં દિવસે પિતાનું છાતીના દુખાવા બાદ રહસ્યમય મોત નિપજતા 6 મહિનાનો પુત્ર નોધારો બની ગયો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનવાસી અશોક ઘાચી સુરતમાં રસોઈયા તરીકે કેટરર્સમાં કામ કરતો હતો. 4 દિવસ પહેલા જ વતનમાં પત્નીની અંતિમવિધિ પુરી કરીને આવેલા અશોકના મોતને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

       ભવરલાલ ઘાચી (મૃતકના મોટાભાઈ) એ જણાવ્યું હતું કે અશોકના લગ્નને માંડ દોઢ વર્ષ થયું હશે, તેને એક 6 માસનો પુત્ર છે. પત્ની રિન્કુએ 21 દિવસ પહેલા જ સુરતના કામરેજ માકણા ગામે ઘરમાં આપઘાત કરી ફાની દુનિયાને અલવિદા કરી દીધી હતી. અશોકને પત્નીના આપઘાતનો જોરદાર આંચકો લાગ્યો હતો. આઘાતમાં સરી પડેલા આશોકને માનસિક તણાવ મુક્ત રાખવા પરિવાર અને સમાજના યુવાનો સાથે રહેતા હતા.વધુમાં જણાવ્યું હતું કે આજે અચાનક અશોક ને છાતીમાં દુખાવો ઉપડતા બુમાબુમ કરી નાખી હતી. જેને લઈ પાડોશમાં રહેતા પરિવારે અશોકને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યારબાદ સમાજના લોકોને જાણ કરતા આખો સમાજ દોડી આવ્યો હતો. જોકે ત્યારે અશોકના શ્વાસ રૂંધાય ગયા હતા.
    
      વધુમાં જણાવ્યું હતું કે અશોક રાજસ્થાનમાં પત્નીની અંતિમ વિધિ પુરી કરી શુક્રવારે જ સુરત આવ્યો હતો. એકલવાયુ જીવન બની જતા એણે માસુમ પુત્રને વતનમાં ભાઈ-ભાભી અને માતા-પિતા પાસે ઉછેર કરવાના વિચાર સાથે વતનમાં મૂકી સુરત આવ્યો હતો. હાલ કામરેજ પોલીસ અશોકનું પોસ્ટમોર્ટમ કરાવી મોતનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.તુષાર ચૌહાણ (પોસ્ટમોર્ટમ કરનાર તબીબ) એ જણાવ્યું હતું કે, હોજરીમાંથી કશું પણ મળી આવ્યું નથી. હૃદયની તપાસમાં પણ એટેક આવ્યો હોય એવા કોઈ પ્રાથમિક ચિન્હો મળી નથી આવ્યા. જેથી તમામ પ્રકારના સેમ્પલ લઈ લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ અશોકના મોતનું કારણ જાણી શકાશે.



Download Our B K News Today App



Related News