કાલાવડ-રણુજા હાઈવે પર આવેલી સ્પિનિંગ મીલમાં લાગી વિકરાળ આગ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-04 14:25:00
  • Views : 82
  • Modified Date : 2024-02-04 14:25:00

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે જામનગરમાં ફરી એકવાર  આગ લાગવાની ઘટના બની છે. જામનગરના કાલાવડ-રણુજા હાઈવે પર આવેલી સ્પિનિંગ મીલમાં આગ લાગી છે. કપાસના ગોડાઉનમાં વિકરાળ આગ લાગતા લાખોનું નુકસાન થયુ છે.ફાયર બ્રિગેડની 2 ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યો હતો. પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જામનગર-રાજકોટ ફાયરની મદદ લેવામાં આવી છે. છેલ્લા 10 કલાકથી સ્પિનિંગ મીલમાં આગ લાગી છે. આગ પર કાબૂ મેળવવા માટે હાલ 6 ફાયર ફાઇટર કાર્યરત છે. જો કે અત્યાર સુધી આ દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિ માહિતી પ્રાપ્ત થઈ નથી.

Download Our B K News Today App



Related News