લોકોના સરકારી કામકાજ સરળતાથી થઈ શકે તે માટે ડીસાના સદરપુર ગામે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-13 12:27:22
  • Views : 228
  • Modified Date : 2021-11-13 12:27:22

ડીસા તાલુકા વિસ્તારના લોકોના સરકારી કામકાજ સરળતાથી થઈ શકે અને અરજદારોને અલગ અલગ કચેરીના ધક્કા ખવામાથી મુક્તિ મળે તે માટે તમામ સરકારી કામકાજ એક જ સ્થળ પર થઈ શકે તે માટે સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં  આવે છે.. ત્યારે આજે ડીસા તાલુકાના સદરપુર ગામે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ સેવાસેતુ કાર્યક્રમમાં સરકારની યોજનાઓના લાભ અને સહાયતા અને વ્યક્તિગત પ્રશ્નોના સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો હતો.આ સેવાસેતુ કાર્યક્રમમાં સદરપુર તેમજ આજુબાજુના 10 ગામોનો સેવા સેતુ કાર્યક્રમ લાભ સ્થળ ઉપર જ આપવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ડીસા મામલતદાર કે.એસ તરલ, તાલુકા વિકાસ અધિકારી ,તાલુકા ઉપપ્રમુખ ચંપાબેન, સદરપુર સરપંચ સહિત આજુબાજુના સરપંચ તલાટી કમ મંત્રી હાજર રહી લોકોની સેવા પૂરી પાડી હતી.

Download Our B K News Today App



Related News