ડીસાની SCW સ્કૂલ ખાતે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ની અધ્યક્ષતા માં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-15 11:18:28
  • Views : 249
  • Modified Date : 2022-05-15 11:18:28

 

ગુજરાત સરકાર દ્વારા નાગરિકો-લોકોની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલ-નિવારણ માટે રાજ્યવ્યાપી સેવાસેતુ કાર્યક્રમનો યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં આ અંતર્ગત સેવાસેતુ કાર્યક્રમના દર અઠવાડિયે બે દિવસ એટલે કે શુક્ર અને શનિવારે આયોજન કરવામાં આવે છે..સેવાસેતુમાં રાજ્ય સરકારના જુદા જુદા ૧૩ વિભાગોની પ૬ જેટલી સેવાઓ કેમ્પ દરમ્યાન પૂરી પાડવામાં આવે છે. આવા સેવાસેતુ કાર્યક્રમ માટે ગ્રામ્ય કક્ષાએ ૬ થી ૮ ગામો વચ્ચે એક કેમ્પ તેમજ શહેરી વિસ્તારોમાં મહાનગરોમાં આ સમયગાળામાં ૪ થી ૧૦ સેવાસેતુ તથા નગરપાલિકા વિસ્તારોમાં ૪ થી પ વોર્ડનું એક યુનિટ બનાવીને તમામ નગરપાલિકાઓમાં ર થી ૩ સેવાસેતુ કાર્યક્રમો યોજવામાં આવે છે.. જે અંતર્ગત આજે ડીસા શહેરની એ સી ડબલ્યુ સ્કૂલ ખાતે પણ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાની અધ્યક્ષતામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સૌપ્રથમ ડીસાના ધારાસભ્ય લોકોને સરકારની સુવિધાઓ મળી રહે તે માટે પ્રવચન આપ્યું હતું.. તે બાદ આ કાર્યક્રમમાં હાજર ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર તેમજ ઉપપ્રમુખ સવિતાબેન હરીયાણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ સેવાસેતુ કાર્યક્રમમાં એક જ સ્થળે રાજ્ય સરકાર નોટરી, ઝેરોક્ષ, કમ્પ્યુટર્સ, પ્રિન્ટર્સ, ફોટોગ્રાફી જેવી જરૂરી સુવિધાઓ મળી શકે તેવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી એટલું જ નહિ, સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગ અરજદારો-રજુઆત કર્તાઓ માટે અલાયદી યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરાઇ હતી.. સેવા સેતુ કાર્યક્રમમાં મુખ્યત્વે રેશનકાર્ડમાં સુધારા, આવકના દાખલા, પ્રધાનમંત્રી જન આરોગ્ય (મા કાર્ડ) અને હેલ્થ વેલનેસ કાર્ડ જેવી વિવિધ સેવાઓનો લાભ લોકોએ મેળવ્યો હતો.

Download Our B K News Today App



Related News