ડીસાની એસ.સી ડબ્લ્યુ સ્કૂલ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-27 12:34:52
  • Views : 322
  • Modified Date : 2021-11-27 12:34:52

 

ગુજરાત સરકાર દ્વારા લોકોને વિવિધ સરકારી પ્રમાણ પત્રો સરળતાથી મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમ અંતર્ગત વિવિધ સરકારી દસ્તાવેજો અરજદારોને એક સ્થળ પર ઉપલબ્ધ બની રહે છે. અને આર્જદારોને સરળતા રહે છે.. ત્યારે આજે ડીસા શહેરની સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલ ખાતે શહેરી વિસ્તારના સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું હતું.. સેવા સેતુ કાર્યક્રમમાં આવકના દાખલા, માં કાર્ડ, મમતા કાર્ડ સહિત અન્ય મહત્વના દાખલા ઇસ્યુ કરવામાં આવ્યા હતા.. પ્રસંગે ડીસા મામલતદાર કચેરીનો સ્ટાફ, પાલિકાનો સ્ટાફ, પોલીસ સ્ટાફ અને આરોગ્ય વિભાગના સ્ટાફ સાથે અન્ય અધિકારીઓએ ઉપસ્થિત રહ્યો હતો.ખાસ કરીને સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત તમામ લોકોને સરકારી કચેરીના ધક્કાઓથી મુક્તિ મળે અને અરજદારો એક જગ્યા પરથી સરકારી કાગળો મેળવી શકે તે માટે યોજવામાં આવે છે.ત્યારે આજે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા, ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠાકોર, પાલિકા ચિફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી, પાલિકા પૂર્વ પ્રમુખ- શિલ્પાબેન માળી, પ્રતીક પઢીયાર, સહિત આગેવાનોની હાજરીમાં વિવિધ યોજનાના શર્ટી ફિકેટ આપવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News