વિચરતી જાતિના પરિવારો માટે ડીસા મામલતદાર કચેરી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો કેટલાય તલાટી કમ મંત્રી હાજર ન રહેતા અરજદારો મુશ્કેલીમાં મુકાયાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-20 11:09:38
  • Views : 235
  • Modified Date : 2022-05-20 11:09:38


કાંકરેજ તાલુકાના કાકર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે વિચરતી જાતિની વસાહત અને છાત્રાલયનું લોકાર્પણ  કાર્યક્રમ અંતર્ગત આજરોજ ડીસા મામલતદાર કચેરી ખાતે વિચરતી વિમુક્ત જાતિનાં પરીવારોને પુરતાં દસ્તાવેજ ડોક્યુમેન્ટ મલી રહે તે હેતુથી શહેર અને તાલુકાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિચરતિ સમુદાય મંચના આગેવાનો કાર્યરતાઓની ઉપસ્થિતમાં રેશનકાર્ડ આધારકાર્ડ આવકના દાખલા શ્રમ કાર્ડ જેવી સરકાર ની યોજનાનો સિધો લાભ આપવામાં આવ્યો હતો  પરંતુ સવારથી ચાલું થયેલ સેવા સેતુ કાર્યક્રમમાં શહેર અને તાલુકાના તલાટી કમ મંત્રી સહિત  આરોગ્ય વિભાગ અને લાગતાં વળગતા તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં પરંતુ બપોર બાદ ઢુવા ગામ પંચાયતના તલાટી જોવા મલતા  ઢુવા ગામથી રેશનકાર્ડ કઢાવવા માટે આવેલ દેવિપુજક પરીવિરજનો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જ્યારે બીજી તરફ રાણપુર વચલાવાસના તલાટી કમ મંત્રી સેવા સેતુ કાર્યક્રમ ના દિવસે રજા પર ઉતરી જતાં બાદમાં કોઈ અન્ય તલાટી કમ મંત્રીની નિમણુંક કરાતાં  રાણપુર વચલાવાસ થી આવેલ વિચરતી વિમુક્ત જાતિનાં પરીવારો  લાભથી વંચિત રહ્યા હત મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમને અનુલક્ષી કલેકટરશ્રી આનંદ પટેલે  દ્વારા તમામ સરકારી કચેરીઓમાં વિચરતી વિમુક્ત જાતિનાં પરીવારોને તમામ ડોક્યુમેન્ટ મલી રહે તે માટે તમામ કર્મચારીઓ ને સુચનાઓ આપવામાં આવી હતી પરંતુ ડીસા મામલતદાર કચેરીમાં યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં અરજદારોને ધરમધકકા ખાવા પડ્યાં હતાં એક તરફ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કાકર ખાતે આવતીકાલ તા. ૨૦ મે-૨૦૨૨ના રોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે વિચરતી જાતિની વસાહત અને છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવશે. એકથી બીજી જગ્યાએ ખુલ્લા આકાશ નીચે જીવન જીવતા ઘરવિહોણા વિચરતી જાતિના પરિવારોને કાકરના વાદીપૂરા ખાતે રાજ્ય સરકારશ્રી અને વિચરતા સમુદાય સમર્થન મંચના સહયોગથી કાયમી સરનામું મળશે. મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમને અનુલક્ષી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લાકલેકટરશ્રીએ જણાવ્યું કે, વિચરતી જાતિના લાભાર્થીઓ સરકારશ્રીની એકપણ યોજનાથી વંચિત રહે તે માટે તમામ ખાતાના અધિકારીઓ પોતાના વિભાગ ની યોજનાઓનો લાભ લાભાર્થીઓ ને પહોંચાડવામાં માટે જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી પરંતુ ડીસા મામલતદાર કચેરી ખાતે આજે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં વિચરતી વિમુક્ત જાતિનાં પરીવારોને પોતાના કામો કરાવા માટે  ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો..

Download Our B K News Today App



Related News