બનાસકાંઠાના દિયોદરમાં કરાર આધારિત મેડીકલ ઓફિસરોએ વિવિધ માંગણીને લઇ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-13 11:45:37
  • Views : 274
  • Modified Date : 2021-05-13 11:45:37

     કરાર આધારિત મેડીકલ ઓફિસરો ની માંગણીઓ છે કે ગત મહીને એપ્રિલ ૨૦૨૧ થી રાજ્ય માં કાર્યરત ઇન્ટર્ન ડોકટર્સ અને જુનિયર તથા સીનીયર રેસીડન્ટ ડોકટર્સ ના પગાર સ્ટાઇપેન્ડ ,વધારા ની જાહેરાત કરવામાં આવી હતી જેમાં કરાર આધારિત મેડીકલ ઓફિસરો ની અવગણાના કરવામાં આવતા કરાર આધારિત ડોક્ટર્સ ફિક્સ વેતન ૬૦,૦૦૦ યથાવત રાખવામાં આવ્યું હતું.

     જેમાં કોરોના વાઇરસ માં કોવીડ ફરજો માટે અન્ય ઇન્સેન્ટીવ પણ મળવા પાત્ર ના હોવાથી તેમજ કેન્દ્ર સરકાર ના ધારા ધોરણ મુજબ એન પી પણ પુરા પાડવામાં આવ્યા નથી જેમાં વર્તમાન સમય સરકાર દ્વારા કોવીડ ફરજો માટે તબીબ અધિકારી ને માસિક ,૨૫,૦૦૦ મળવાપાત્ર છે જયારે અગાઉ થી કાર્યરત બોન્ડેડ અને કોન્ટ્રાક્યુંઅલ તબીબ અધિકારીઓ ને માસિક ફક્ત ૬૦,૦૦૦ મળવા પાત્ર હોવાથી મેડીકલ ઓફિસરો ગત દિવસે કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો હતો , જો કે આજે બીજા દિવસે પણ પેન ડાઉન હડતાળ યોજી વિરોધ દર્શાવ્યો હતો.

 

Download Our B K News Today App



Related News