ગુજરાતીઓનો વતન મુલાકાતનો સિલસિલો, મોદી શાહ બાદ હવે આનંદીબેન આવી રહ્યા છે સુરત, કરશે આ મોટું કામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-27 11:39:58
  • Views : 211
  • Modified Date : 2022-03-27 11:39:58



ગુજરાતીઓનો વતન મુલાકાતનો સિલસિલો 

PM મોદી બાદ ગૃહમંત્રી અમિત શાહ આવ્યા ગુજરાત 

હવે વધુ એક કેન્દ્રીય મંત્રી અને રાજ્યપાલ આવી રહ્યા છે 

વતન મુલાકાતનો ગુજરાતીઓનો સિલસિલો 

 

હમણાં હમણાં ગુજરાતમાં વતનની મુલાકાતો લેવાનો સિલસિલો ચાલી રહ્યો હોય એવું લાગે છે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો બાદ ગુજરાત રાજ્યની મુલાકાતે આવ્યા હતા ત્યાર બાદ ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અને હવે પૂર્વ મુખ્યમંત્રી પણ ગુજરાત આવી રહ્યા છે. 

 

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ આજે સુરતની મુલાકાતે છે. તેઓ એક મેડિકલ કોલેજના ખાતમહુર્તના કાર્યક્રમાં ઉપસ્થિત રહેવાના છે. 

સુરતમાં વધુ એક મેડિકલ કોલેજ 
સુરતની જાણીતી કિરણ હોસ્પિટલ દ્વારા 150 બેઠકો સાથે મેડિકલ કોલેજ શરૂ કરાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ મેડિકલ કોલેજનું રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે ખાતમહુર્ત કરાશે. 
 
CM
ભુપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા રહેશે ઉપસ્થિત

આ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી CM ભુપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહેવાના છે. એ હિસાબે બીજા એક ગુજરાતી પણ ગુજરાત આવી રહ્યા છે. એ છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા. 

ભગવાન મહાવીર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ભૂમિ પૂજન 
આ મુલાકાત દરમિયાન તેઓ 100 કરોડના ખર્ચે બનનારી હોસ્પિટલનું ભગવાન મહાવીર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ભૂમી પૂજન કરશે. ઉપરાંત 46 કરોડના ખર્ચે થયેલ ભગવાન મહાવીર કોન્સેપ્ટ સ્કૂલનું ઉદ્ઘાટન પણ કરવાના છે. એવી માહિતી મળી હતી. 

 

Download Our B K News Today App



Related News