ચોમાસા પહેલા જ અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસીલો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-08 17:24:46
  • Views : 160
  • Modified Date : 2023-06-08 17:24:46

 એક તરફ કેરળમાં ચોમાસાનું આગમન થઇ ગયુ છે. 20 થી 25 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસુ આવી શકે છે. જો કે અમદાવાદમાં ચોમાસા પહેલા જ ભૂવા પડવાનો સિલસીલો શરૂ થયો છે. પશ્ચિમ વિસ્તારમાં શિવરંજની ચાર રસ્તા પર ભૂવો પડ્યો હતો. કોર્પોરેશન દ્વારા પતરા અને બેરિકેટીંગ ગોઠવીને ભૂવાને કોર્ડન કરાયો હતો. ભૂવો પડતા ચાર રસ્તા ઉપર વાહનચાલકો માટે મુશ્કેલી સર્જાઈ હતી. વેજલપુર APMCથી શિવરંજની સુધી વિવિધ સ્થળે કરાયેલા ખોદકામથી લોકો પરેશાન છે. ગટરોની ચેમ્બર ઉપર લાવવા કરાયેલા ખોદકામથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પીક અવર્સ દરમિયાન ખોદકામને લઈને ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે.

Download Our B K News Today App



Related News