સરહદી વિસ્તારમાં કેનાળ તૂટવાનો સિલસિલો યથાવત : 20 ફૂટનું ગાબડુ પડતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-04 11:45:37
  • Views : 301
  • Modified Date : 2021-02-04 11:45:37

    થરાદના ચારડાની સિમમાંથી પસાર થતી કેનાલમાં રાત્રિ દરમ્યાન ગાબડું પડવાથી ખેડૂતો ના ખેતરો માં પાણી ફરી વળ્યુ હતું.થરાદ ની ચારડા માઇનોર કેનાલ માં 20 ફૂટનું ગાબડું પડતાં 15 એકર જીરાના ઉભા પાક તેમજ 1 કિલો મીટર રસ્તા માં કેનાલ નું પાણી ફરી વળ્યુ.હતું.જેનાથી ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો...સરહદી પંથકમાં ખેડૂતો માટે કેનાલ થકી પાણી આપવામાં આવે છે.નર્મદા યોજનાની આં કેનાલો થી. આ વિસ્તારના ખેડૂતોને પાણી તો મળ્યું છે પરંતુ કેનાલોમાં  વારંવાર પડતા ગાબડાઓને લઇ ખેડૂતો પરેશાન થઈ ગયા છે. ગત રાત્રિએ પડેલા 20 ફૂટના ગાબડાં ને લઇ ખેડૂતો ના ઉભેલા જીરા ના 15 એકર જેટલા પાક માં પાણી ફરી વળ્યા હતા .જેના કારણે ખેડૂતો ના તૈયાર પાક માં મોટું નુકશાન પહોંચ્યું છે.

    રાત્રિ દરમ્યાન તૂટેલી કેનાલ ને લઇ ખેડૂતો એ અધિકારીઓ નો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો .જોકે કોઈ અધિકારી એ ફોન ઉપાડ્યો નહોતો.ત્યારબાદ ખેડૂતો એ ગેટમેન  ને ફોન કરી કેનાલ તૂટી હોવાની જાણ કરી હતી.જોકે ત્યાર બાદ પણ આ કેનાલ માં પાણી ચાલુ રહ્યું હોવાના આક્ષેપ ખેડૂતો એ કર્યા હતા.જોકે .શિયાળા ની સીઝન માં હાલ પાક તૈયાર થયા છે. ખેડૂતો ના મોમાં આવેલો કોળીયો છીનવાઈ જાય તેવી પરિસ્થિતિ  હાલ કેનાલ તૂટવાના કારણે જોવા મલી છે..થોડા દિવસો બાદ જીરા ના  આ પાકો લેવા માટે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા.ચાર મહિના ની રાત દિવસ કરેલી મહેનત બાદ આ મહામૂલા પાકો માં કેનાલ નું પાણી ભરાઈ જતાં જીરા માં પાક ને મોટું નુકશાન થવાની શક્યતા છે.ત્યારે ખેડૂતો એ આ તૂટતી કેનાલો ને લઇ અધિકારીઓ  તેમજ કોન્ટ્રાકટર સામે ભ્રષ્ટાચાર ના આક્ષેપ કર્યા હતા.તેમજ આગામી સમય માં જો કેનાલો ને લઇ યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી..

 

 

Download Our B K News Today App



Related News