ડીસા ખાતે ગ્રાહકને તેના હક્કો અને ફરજો વિશે સમજણ આપવા મામલતદારની ઉપસ્થિતિમાં સેમિનાર યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-24 11:49:56
  • Views : 170
  • Modified Date : 2022-03-24 11:49:56

ગ્રાહક બજારનો રાજા કહેવાય છે.. પરંતુ આજકાલ રાજાને છેતરાઈ જવાનો વારો આવતો હોય છે.. ત્યારે સરકાર દ્વારા ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અટકે તે માટે શાળાકીય એકમો સ્થાપવામાં આવ્યા છે.. અને એકમો ગ્રાહકોને તેમના હકો વિષે ખાસ શિક્ષણ આપતા હોય છે.. આજે ડીસા ખાતે ગ્રાહકને તેના હકો વિષે સમજણ આપવાનો ખાસ સેમિનાર યોજાયો હતો..

 

 

ગ્રાહકો સાથે થતી છેતરપિંડીને લઈ સરકાર પણ ગંભીર બની છે અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અટકે તે હેતુથી સરકાર દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.. પ્રયાસોના માધ્યમથી ગ્રાહકોને તેમના હકોથી વાકેફ કરાવવામાં આવી રહ્યા છે.. સરકાર દ્વારા ગ્રાહકોના અધિકાર વિષે શાળાકીય એકમો પણ શરૂ કરવામાં આવ્યા છે.. જેમાં શાળાના શિક્ષકોને આજે ગ્રાહકોના અધિકાર વિષે વિશેષ સમજણ આપવામાં આવી હતી. બનાસકાંઠા ગ્રાહક સુરક્ષાના કિશોરભાઇ દવેએ ખાસ ઉપસ્થિત રહીને ગ્રાહકોના હક્કો ક્યાં ક્યાં છે તેના પર પ્રકાશ પાડ્યો હતો.. ડીસા મામલતદારની ઉપસ્થિતિમાં યોજાયેલા સેમિનારમાં શાળાના શિક્ષકો પણ હાજર રહ્યા હતા..

શિબિરમાં ડીસાના મામલતદાર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.. અને સરકાર દ્વારા ગ્રાહકોના હિત માટે રક્ષા કરવા માટેના પ્રયાસોની સરાહના કરી હતી અને ગ્રાહકોને પણ આવી શિબિરિમાં ભાગ લઈ પોતાના અધિકારોથી માહિતગાર બનવા માટે અપીલ કરી હતી..

Download Our B K News Today App



Related News