ડીસાની એંજલ્સ સ્કૂલ ખાતે શાળા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા થનાર બાળકોને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-17 13:21:55
  • Views : 188
  • Modified Date : 2021-12-17 13:21:55

 

બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ તેમજ તેમનામાં રહેલી કાબિલિયત અને બાળકોને પ્રોત્સાહન આપવા માટે શાળા કક્ષાએ વિવિધ રમતોનું સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જે સ્પર્ધામાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ રમતમાં ભાગ લઈને પોતાનું કૌશલ્ય બતાવતા હોય છે ત્યારે ડીસાની એંજલ્સ સ્કૂલ ખાતે શાળા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં angels સ્કૂલના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો..શાળાના પીટી શિક્ષક,શાળાના આચાર્ય અને સમગ્ર એન્જલ્સ પરિવારના શિક્ષકોએ વિદ્યાર્થીઓને જરૂરી પ્રોત્સાહન આપ્યું હતું..આ સ્પર્ધામાં શાળાના ૪૦થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો..સ્પર્ધામાં વિજેતા થનાર બાળકોને પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર આપી ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

Download Our B K News Today App



Related News