સુરતના ડિંડોલી વિસ્તારમાં ચાલુ સિટી બસમાં આગ લાગી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-24 15:48:21
  • Views : 80
  • Modified Date : 2023-12-24 15:48:21

રાજ્યમાં અનેક વાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતમાં વધુ એક આગ લાગવાની ઘટના બની છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં ચાલુ સિટી બસમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે.તો સાઈ પોઈન્ટ વિસ્તારમાં સિટી બસમાં આગની ઘટના બની છે.જો કે ડ્રાઈવરે સમયસર બસ ઉભી રાખતા મોટી જાનહાનિ ટળી છે. તેમજ ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.તો ગઈકાલે સુરતના કતારગામ ગજેરા સર્કલ નજીક બેફામ BRTSએ ભયંકર અકસ્માત સર્જ્યો હતો. પ્રમુખસ્વામી બ્રિજ ઉતરતા બે BRTS બસ વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. ઝડપે આવી રહેલી બન્ને બસની ટક્કરથી 9 જેટલા લોકો બસની અડફેટે આવ્યા હતા. તો બંને બસની વચ્ચે 5 જેટલા બાઈક દબાઈ ગયા હતા અને બાઈકોનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે 8 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઈજાગ્રસ્ત થયેલા 8 લોકોમાં 3 લોકોને ગંભીર ઈજા પહોંચી છે.

Download Our B K News Today App



Related News