થરાદના સાબા ગામમાં ભર બપોરે બજારમા લૂંટની ઘટના બની હતી જેમાં પોલીસે એક શખ્સને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-06 12:18:30
  • Views : 363
  • Modified Date : 2021-02-06 12:18:30

     થરાદ પોલીસે જણાવ્યું હતું કે તાલુકાના સાબા ગામના અમીરામભાઇ વજેરામભાઇ જોષી બપોરના એક વાગ્યાના સુમારે માર્કેટમાંથી માલ વેચાણની રકમ લઇને બજારમાં આવ્યા હતા. જ્યાંથી બસસ્ટેશન નજીક આવતાં ફળની લારી પર ફળની ખરીદી કરવા ઉભા રહ્યા હતા. ત્યાં તેમનો પીછો કરી રહેલા બે યુવકો પૈકી એક વ્યક્તિએ પાકિટમાંથી પૈસા કાઢતી વખતે તેમની નજર ચુકવીને અગિયાર હજારની રકમની ઝુંટવીને ભાગ્યો હતો.જે પૈકી એકને લોકોએ ઝડપી લીધો હતો. જ્યારે બીજો ફરાર થઇ ગયો હતો. ઝડપાયેલા શખ્સને એકઠા થયેલા ટોળાએ મેથીપાક પણ ચખાડ્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરી હતી. આથી પોલીસે શખ્શને પોલીસ મથક લઇ આવી પુછપરછ કરતાં પકડાયેલ શખ્શ મધ્યપ્રદેશના ઇન્દોરનો હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે થરાદ પોલીસે બીજાની શોધખોળ હાથ ધરી હતી.

 

Download Our B K News Today App



Related News