બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલા એટા ગામમાં અત્યારે એક રસ્તો લોકો માટે મોટી મુશ્કેલી સર્જી રહ્યો છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-16 12:54:31
  • Views : 386
  • Modified Date : 2022-07-16 12:54:31


બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલા એટા ગામમાં અત્યારે એક રસ્તો લોકો માટે મોટી મુશ્કેલી સર્જી રહ્યો છે.. આ રસ્તો પ્રાચીન સમયમા જૂની સડક તરીકે ઓળખાતો  હતો.. પરંતુ અત્યારે આ રસ્તાની હાલત જોતાં સરકારના વિકાસના તમામ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે.


વાવ તાલુકાના એટા ગામનો જૂની સડક તરીકે ઓળખાતો માર્ગ છે .પરંતુ આ માર્ગની હાલત પહેલા જેવી હતી તેના કરતાં પણ ખરાબ થઈ ચૂકી છે.. અત્યારે વરસાદ પડતાં જ આ માર્ગ પર પાણી ભરાઈ જતાં લોકોની અવરજવર પર સીધી અસર જોવા મળી રહી છે..  વરસાદના સમયે લોકોને અહીથી પસાર થવામાં ખુબજ મુશ્કેલી વેઠવી પડે છે વરસાદના લીધે આ આખો માર્ગ પાણીમાં ગરકાવ થઈ જાય છે.. આ માર્ગ પર લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.. પરંતુ આ વિસ્તારના બાળકોને પણ શાળાએ જવા માટે આ એકમાત્ર માર્ગ છે.. અને વરસાદના લીધે આ માર્ગ પર પાણી ભરાઈ જવાથી કાદવ ફેલાઈ ગયો છે.. ત્યારે શાળાએ જતાં બાળકો પણ કાદવમાથી પસાર થઈ રહ્યા છે. આ બાળકો શાળા જાય છે ત્યારે તેમણે આ એકમાત્ર માર્ગ પરથી મજબૂરીવશ પસાર થવું પડી રહ્યું છે.. કારણ કે શાળાએ જવા માટેનો બીજો કોઈ માર્ગ નથી.. આ માર્ગ પર અત્યારે માત્ર કાદવ જ જોવા મળી રહ્યું છે.. જ્યારે વધારે વરસાદ આવે છે ત્યારે તો આ આખો માર્ગ જ બંધ થઈ જતો હોવાથી બાળકો શાળાએ પણ જઇ શકતા નથી અને બાળકોનો અભ્યાસ પણ બગડતો હોય છે અને આ માર્ગ પરથી દૂધ ભરાવા જતા લોકોને પણ મુશ્કેલી વેઠવી પડતી હોય છે આ અંગે સ્થાનિકો દ્વારા અનેકવાર  સરકારમાં રજૂઆત કરવામાં આવી છે  છતાં આ માર્ગો બન્યો નથી..ત્યારે લોકો દ્વારા બસ એજ અપીલ કરવામાં આવી હતી કે કલ્યાણપુર થી વજાપુર સુધી પાકો રોડ બનાવી આપવામાં આવે જેથી ગામના લોકોને ચોમાસામાં તકલીફ વેઠવી ન પડે


Download Our B K News Today App



Related News