ડીસા ખાતે કાર્યરત લાયન્સ હોલ ખાતે રાઈઝ એન્ડ સાઈન એક્ઝિબિશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-12 12:39:34
  • Views : 283
  • Modified Date : 2022-07-12 12:39:34

 

જેમાં મહિલા સશક્તિકરણ અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. 

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં મહિલા સશક્તિક કાર્યક્રમ અંતર્ગત મહિલાઓ આગળ વધે તે માટે કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને આજે દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયા મહિલાઓને ઉદ્યોગ માટે આપવામાં આવે છે જે અંતર્ગત આજે મહિલા પોતાના ઉદ્યોગ થકી આત્મ નિર્ભર બની રહી છે વર્ષો પહેલાં જ્યાં મહિલાઓ વ્યવસાય અર્થે કશું જ કરી ન શકતી હતી ત્યારે આજે સરકારની વિવિધ યોજનાઓ થકી મહિલાઓ આત્મા નિર્ભર બની સારા એવા વ્યવસાય થકી આગળ વધી રહી છે જે અંતર્ગત આજે ડીસાના લાયન્સ હોલ ખાતે ત્રણ દિવસ માટે રાઈસ એન્ડ સાઈન એક્ઝિબિશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડીસા ખાતે રહેતા ગીરીઝા અગ્રવાલ અને ખુશી દામાણી દ્વારા મહિલા સશક્તિકરણ નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળી રહે તે માટે ખાસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીસા શહેરી વિસ્તારમાંથી અનેક મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો ખાસ કરીને ડીસા શહેરી વિસ્તારમાં આજે મહિલાઓમાં સર્જનાત્મક પ્રતિભા વિશાળ છે પરંતુ તેમની પાસે યોગ્ય કોઈ પ્લેટફોર્મ નથી જેના કારણે મહિલાઓ આજે વ્યવસાયિક ક્ષેત્રે પાછળ રહી ગઈ છે ત્યારે દિશાની મહિલાઓને ઉદ્યોગોમાં યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે ખાસ આ એક્ઝિબિશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગૃહિણી અને બાળકોમાં પણ અનેક ટેલેન્ટ હોય છે તે ટેલેન્ટ બતાવવા માટે આ એક્ઝિબિશનમાં ક્રિએટિવ ડીસા નામની ઇવેન્ટ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં ફાયરલેસ રસોઈ, મહેંદી સ્પર્ધા, ડ્રોઈંગ સ્પર્ધા અને રાખડી બનાવવાની સ્પર્ધામાં પણ મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ પોતાનામાં રહેલ ટેલેન્ટ બતાવ્યું હતું તો બીજી તરફ મહિલાઓને ઉદ્યોગ મળી રહે તે માટે 30 જેટલા ટોલ પણ લગાવવામાં આવ્યા હતા.

 

ભારત દેશ આજે દિવસેને દિવસે આગળ વધી રહ્યો છે ખાસ કરીને પુરુષોની સરખામણીમાં આજે મહિલાઓ પણ દેશમાં ખભેથી ખભો મિલાવી આગળ વધી રહી છે એક સમય હતો કે જ્યારે મહિલાઓ ઘરની બહાર પણ નીકળી શકતી ન હતી જેના કારણે પોતાનામાં રહેલ ટેલેન્ટ પોતાનામાં જ રહી જતું હતું. પરંતુ આજે જે પ્રમાણે મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત સરકારના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે તે પ્રમાણે આજે દિવસેને દિવસે મહિલાઓ પણ પુરુષોની સાથો સાથ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે ત્યારે ડીસા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યના મહિલા સુરક્ષા સમિતિના મેમ્બર્સ પ્રફુલાબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને દરેક મહિલાઓ અને દીકરીઓ પોતાનામાં રહેલ ટેલેન્ટ બતાવી આગળ વધે તે માટે પણ દરેકને શુભકામનાઓ પાઠવી હતી સાથોસાથ મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલ સ્ટોલમાં પ્રફુલાબેન પટેલે મુલાકાત લઇ મહિલાઓનું ઉત્સાહ વધારે હતો યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી કરતા પણ નજરે પડી હતી.

 

Download Our B K News Today App



Related News