વાઘોડિયા વિસ્તારમાં મસમોટા ખાડામાં રિક્ષા ખાબકી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-06 16:03:58
  • Views : 96
  • Modified Date : 2023-07-06 16:03:58

 ચોમાસાના સીઝનમાં વડોદરા મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે. વાઘોડિયા વિસ્તારમાં મસમોટા ખાડામાં એક રિક્ષા ખાબકી ગઇ હતી. કોર્પોરેશનની બેદરકારીના કારણે આ દુર્ઘટના ઘટી હોય તેવી માહિતી સામે આવી છે.વડોદરાના વાઘોડિયામાં ગુરૂકુળ ચાર રસ્તા પાસે જ મસમોટો ખાડો પડ્યો છે. જેમાં રિક્ષા ખાબકી ગઇ હતી, સદનસીબે રિક્ષા ચાલકનો તો આબાદ બચાવ થઇ ગયો, પરંતુ કોર્પોરેશનની પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. જે ખાડામાં રિક્ષા ખાબકી તે ખાડા પાસે ક્યાંય પણ બેરિકેડ જોવા નથી મળી રહ્યા. ખાડામાં પાણી પણ ભરાઇ ગયું છે. ત્યારે કોર્પોરેશન ખાડો પડ્યા બાદની કામગીરીમાં બેદરકારી જોવા મળી રહી છે.

Download Our B K News Today App



Related News