અરવલ્લી આરોગ્ય વિભાગની સેવાઓને લઈ સમીક્ષા બેઠક યોજાઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-28 17:55:03
  • Views : 96
  • Modified Date : 2023-11-28 17:55:03

અરવલ્લી જીલ્લામાં વિભાગીય નાયબ નિયામક, ગાંધીનગરના ડૉ સતિષ કે મકવાણા ના અધ્યક્ષ સ્થાને અરવલ્લી જીલ્લા પંચાયત-મોડાસા ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. હાલમાં બેવડી ઋતુ હોવાને લઈ ઋતુજન્ય દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. જેને લઈ સમીક્ષા બેઠકમાં ભાર આ બાબતે મુકીને સજ્જતા કેળવવવા માટે સૂચનાઓ અપાઈ હતી.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લાના તમામ પ્રોગ્રામ અધિકારીઓ,તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક અને સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, તાલુકા આરોગ્ય અધિકારીઓ, જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરની ઉપસ્થિતીમાં આરોગ્ય હેઠળ અપાતી વિવિધ સેવાઓની સમીક્ષા બેઠક યોજવામાં આવી.સમીક્ષા બેઠકમાં જિલ્લા ખાતે આપવામાં આવતી આરોગ્યની સેવાઓની વિવિધ ઈંન્ડીકેટર વાઇઝ રીવ્યું કરવામાં આવ્યું હતુ. તેમજ આરોગ્યની તમામ સેવાઓ વેગવન્તી બનાવવા માટે ગેપ એનાલીસીસ કરી ઉત્સાહવર્ધક માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું.

Download Our B K News Today App



Related News