મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વાયબ્રન્ટ ગુજરાતને લઈને મળી રિવ્યુ બેઠક.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-19 15:52:29
  • Views : 76
  • Modified Date : 2023-12-19 15:52:29

જાન્યુઆરી મહિનામાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવાનું છે. ત્યારે ગાંધીનગરમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં વાઈબ્રન્ટ ગુજરાતને લઈને રિવ્યુ બેઠક મળી. જેમાં ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, બલવંતસિંહ રાજપૂત, જગદીશ પંચાલ, સરકારના મુખ્ય સચિવ રાજકુમાર, કે. કૈલાશનાથન સહિત અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા.10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી વાયબ્રન્ટ ગુજરાત 2024નું આયોજન કરવામાં આવ્યુ છે. વાયબ્રન્ટ ગુજરાત પહેલા મુખ્યપ્રધા ભૂપેન્દ્ર પટેલ સહિત ડેલિગેશને જાપાન અને સિંગાપોરમાં અલગ અલગ ટુર કરી હતી.જે પછી અત્યાર સુધીમાં 25 હજાર કરોડ રુપિયા કરતા વધારેના MoU થયા છે. કેટલીક ઇન્ટરનેશનલ કંપની ગુજરાતમાં આવે તેવી ચર્ચાઓ છે.વિદેશો સાથે મહત્વપૂર્ણ કોરસપોન્ડન્ટ પણ ચાલી રહ્યા છે. આ તમામ મુદ્દાને લઇને આજે સવારે તાપી હોલમાં રિુવ્યૂ બેઠક મળી.તમામ પ્રિ વાયબ્રન્ટ ઇવેન્ટ પૂર્ણ થઇ છે.વાયબ્રન્ટ ગુજરાત સમિટને હવે ખૂબ ઓછા દિવસ બાકી છે. ત્યારે ફાઇનલ રિવ્યૂ બેઠક શરુ થઇ ચુકી છે. વાયબ્રન્ટ સમિટના અનેક મુદ્દાઓ પર ચર્ચા થઇ રહી છે.

Download Our B K News Today App



Related News