અમદાવાદમાં વનડે વર્લ્ડ કપનો પહેલો બોલ ફેંકાય તે પહેલા રેકોર્ડ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-28 16:54:17
  • Views : 99
  • Modified Date : 2023-06-28 16:54:17

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થવામાં હજુ 100 દિવસ જેટલો સમય બાકી છે તેમ છતાં ચાહકો પર અત્યારથી જ તેનો ફીવર ચઢી રહ્યો છે. વર્લ્ડ કપ ક્રિકેટનો પ્રથમ બોલ ફેંકાય તે પહેલા જ અમદાવાદની હોટલોએ સ્કોર ખડકી દીધો છે. હોટલ ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર સાડા ત્રણ મહિના અગાઉથી બુકિંગ કરાવ્યા બાદ પણ શહેરની ફાઇવ સ્ટાર હોટલમાં બેઝ ક્લાસ રૂમનું ભાડું એક રાતનું રૂ.50,000 થઇ ગયું છે. જોકે સામાન્ય દિવસોમાં આવા રૂમનું ભાડું 6,500-10,500 રૂપિયા હોય છે.આઇટીસી નર્મદાના જનરલ મેનેજર કીનન મેકેન્ઝીએ જણાવ્યું હતું કે, "15 ઓક્ટોબરે રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઇને ભારે રોમાંચ છે. 13-16 ઓક્ટોબરનું બુકિંગ થઈ ચૂક્યું છે અને મોટાભાગના મેચના દિવસોમાં શહેરમાં હોટલના રૂમ ચાલુ રહેવાની ધારણા છે. હયાત રેસિડેન્સી અમદાવાદના જનરલ મેનેજર પુનિત બૈજલે જણાવ્યું હતું કે, મોટાભાગની ફાઇવ સ્ટાર હોટલોમાં મેચના દિવસોમાં 60-90 ટકા હિસ્સો હોય છે. મેચના દિવસો માટે લગભગ 80% (રૂમ) બુક થઈ ગયા છે. ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર બેઝ-ક્લાસ રૂમ્સ આશરે 52,000 રૂપિયામાં બુક થઈ રહ્યાં છે. આઈસીસી અને બીસીસીઆઈએ મંગળવારે જાહેર કરેલા અંતિમ કાર્યક્રમ અનુસાર ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની મેચો 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી ભારતમાં રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓપનિંગ મેચ, ફાઇનલ અને ભારત-પાકિસ્તાનની મેચ યોજાશે.ક્રિકેટ ચાહકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતા તે ક્રિકેટના મહાકૂંભ ગણાવતા વનડે વર્લ્ડ કપનું શિડ્યુઅલ સત્તાવાર રીતે જાહેર થયું છે. વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરુ થઈને 19 નવેમ્બર સુધી ચાલશે. વર્લ્ડ કપ કાર્યક્રમમાં સૌથી ખાસ વાત ભારત અને પાકિસ્તાન મેચને લઈને છે, આ બન્ને કટ્ટર હરીફ દેશો 15 ઓક્ટોબરે અમદાવાદના મોદી સ્ટેડિયમાં ટકરાશે, આ ઉપરાંત વર્લ્ડ કપની ફાઈનલમાં પણ અહીં જ રમાવાની છે. 

 

Download Our B K News Today App



Related News