બનાસકાંઠાના સરહદી વિસ્તારના એક રામ કથાકારે ગુજરાતના મુખ્યમંત્રીને ધમકી આપતો વિડીયો કર્યો વાયરલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-26 11:37:48
  • Views : 337
  • Modified Date : 2021-11-26 11:37:48

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પાસે રૂપિયા 1 કરોડની ખંડણી માંગી હોવા નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં વાવ ના મહેશભગત ઉર્ફે બટુક મોરારી નામથી ઓળખાતા રામ કથાકારે મુખ્યમંત્રી પાસે એક કરોડ રૂપિયાની ખંડણી માગી છે. જેમાં 11 દિવસની અંદર એટલેકે આગામી 7 તારીખ સુધી મુખ્યમંત્રી કોઈપણ વ્યક્તિ મારફતે એક કરોડ રૂપિયા નહીં પહોંચાડે તો મુખ્યમંત્રી નું અકસ્માત માં મોત નિપજાવી દેશે અને ગુજરાતની ગાદી પર પટેલો પાસેથી છીનવાઈ જશે તેવી ધમકી આપી હતી. ભુપેન્દ્ર પટેલ ને ગાદીએ બેસાડ્યા છે તો એક કરોડ ની દક્ષિણા આપવી પડશે ધમકી આપતા નો વિડીયો પણ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે. ધમકી આપનાર રામકથાકારે વીડિયો માં પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર પણ જાહેર કર્યો છે પરંતુ વીડિયો વાયરલ થયા બાદ રામકથાકાર નો મોબાઈલ બંધ હાલતમાં આવે છે અને મુદ્દે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ થઇ નથી. .

Download Our B K News Today App



Related News