થરાદની ખોડા ચેકપોસ્ટ નજીકથી 1 કીલો થી વધુના અફીણ રસના જથ્થા સાથે એક રાજસ્થાની યુવકને ઝડપી પાડ્યો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-03 11:34:35
  • Views : 370
  • Modified Date : 2021-11-03 11:34:35

થરાદ પોલીસે ખોડા ચેકપોસ્ટ પરથી બાતમીના આધારે 1.200 કિ.ગ્રાના અફિણ સાથે રાજસ્થાની શખસને ઝડપ્યો હતો. અફીણ રસ રાજસ્થાનથી વેચાણ માટે વારાહીની હોટલ પર લઇ જવાતો હતો...રાજસ્થાનની સરહદે ખોડા ચેકપોસ્ટે ફરજ પર રહેલા થરાદ પોલીસ મથકના કર્મચારીઓને સાંચોર તરફથી એક શખસ કાપડની થેલીમાં માદક પદાર્થ અફિણ રસ સાથે કોઇ પેસેન્જર વાહનમાં ખોડા બોર્ડર નજીક આવી ત્યાંથી ચાલતો ખોડા ચેકપોસ્ટ પસાર કરી ગુજરાતમાં પ્રવેશ કરનાર હોવાની બાતમી મળી હતી. ત્યારે સાંજના સુમારે મહેશકુમાર ભાખરારામ વિશ્નોઇ નામનો આધેડ શકમંદ હાલતમાં આવતાં પોલીસે તેને કોર્ડન કરી અટકાવ્યો હતો. તેમજ તેની તપાસ કરતાં તેની પાસેથી 1.200 કિ.ગ્રા . કિંમત રૂપિયા 1,20,000નો જથ્થો, એક મોબાઇલ કિંમત રૂપિયા 3000 તથા રોકડ રૂપિયા 720 સાથે ઝડપી લીધો હતો. અંગે વધુ પુછપરછ કરતાં જથ્થો રાજુરામ રામલાલ મીણાએ આપેલ હોવાનું જણાવ્યું હતું . આથી પોલીસે NDPS કલમ મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. શખ્સ હાઇવે પર ટ્રક ચાલકોને છૂટક વેચતો હતો..થરાદ પોલીસે રાજસ્થાનના આધેડને ઝડપી લઇને જથ્થો કોણે આપ્યો હતો અને ક્યાં લઇ જવાતો હોવાની પુછપરછ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News