અંબાજી આવી રહેલી રાજસ્થાન સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમની બસ નદીમાં ખાબકવાની ઘટના સર્જાઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-03 12:54:32
  • Views : 85
  • Modified Date : 2024-03-03 12:54:32

અંબાજીથી આબુ રોડ વચ્ચે આવેલ સુરપગલા નજીક રાજસ્થાન એસટી નિગમની બસ નદીમાં ખાબકી હતી. બસમાં 45 થી વધારે મુસાફરો હતા અને બસ અંબાજી તરફ આવી રહી હતી, ત્યારે આ ઘટના સર્જાઈ હતી. આબુ રોડ અંબાજી માર્ગમાં સુરપગલા પાસે વળાંકમાં ચાલકનો સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવી દેવાને લઈ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક રીતે અનુમાન થઈ રહ્યુ છે.ઘટનામાં ઘાયલ 15 જેટલા મુસાફરોને આબુરોડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બસ નદીમાં ખાબકવાના સર્જાયેલા અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની નહીં સર્જાવાને લઈ મોટી રાહત સર્જાઈ હતી. ઘટનાને લઈ આબુ રોડ પોલીસે અકસ્માતની તપાસ શરુ કરી છે.

Download Our B K News Today App



Related News