ડીસાની એન્જલ્સ ગુજરાતી મીડીયમ શાળા ખાતે શીઘ્ર વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-18 12:31:58
  • Views : 205
  • Modified Date : 2021-12-18 12:31:58

બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ તેમજ તેમનામાં રહેલી કાબિલિયત અને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જે સ્પર્ધામાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ રમતમાં ભાગ લઈને પોતાનું કૌશલ્ય બતાવતા હોય છે ત્યારે ડીસાની angels ગુજરાતી મીડીયમ શાળા ખાતે શીઘ્ર વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સ્પર્ધામાં વિદ્યાર્થીઓની સામે એક બોક્સ રાખવામાં આવે છે જે બોક્સમાં અલગ-અલગ ચિઠ્ઠીની અંદર અલગ અલગ વિષય લખેલા હોય છે જેવા કે બેરોજગારી, અખંડ ભારત,આજની સામાજિક સમસ્યાઓ વગેરે વિવિધ વિષય ચિઠ્ઠીમાં લખેલા હોય છે જેમાં સ્પર્ધામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓ ચિઠ્ઠી ઉપાડી જે ચિઠ્ઠી તેમના ભાગે આવે ચિઠ્ઠીમાં લખેલા વિષય પર તેમણે શીઘ્ર વકૃત્વ આપવાનું હોય છે સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો..શાળાના આચાર્ય યોગેશભાઈ પટેલ તેમજ શાળા પરિવારના શિક્ષકોએ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

Download Our B K News Today App



Related News