સામરવાડા ગામ પાસેથી બહાર ફેંકેલ સરકારી દવાનો જથ્થો મળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-30 13:42:55
  • Views : 205
  • Modified Date : 2021-07-30 13:42:55

     ધાનેરા તાલુકાના સામરવાડા ગામ પાસે હાઇવેની બાજુના ખાડાઓમાંથી મોટા પ્રમાણમાં ફેકી દેવામાં આવેલ સરકારી દવાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી તાલુકા આરોગ્ય અધિકારીએ આ દવાનું પંચનામુ કરાવીને દવા કચેરી ખાતે લાવ્યા હતા અને તાલુકા ફાર્માસિસ્ટને આ બાબતે તમામ પ્રા. આરોગ્ય કેન્દ્ર ખાતે તપાસના આદેશ કર્યા હતા.

     બનાસકાંઠા આરોગ્ય વિભાગને ડો. મનિષ ફેન્સીએ કરેલા ભ્રષ્ટાચાર લીધે બદનામી મોટા પ્રમાણમાં મળી છે.  ત્યારે ગુરુવારે ધાનેરા તાલુકાના સામરવાડા ગામની સીમમાં માર્કેટયાર્ડના ગોડાઉન પાસે રસ્તાની સાઇડમાં કોઇક ઇસમે એક પ્લાસ્ટિકની બેંગમાં સામાન નાંખેલ જાેવા મળતા ત્યાંથી પસાર થતા લોકોની નજર આ બાબતે પડતા તેઓએ આ થેલો ખોલતા તેમાંથી દવાનો જથ્થો મળી આવ્યો હતો અને તેમાં તમામ દવાઓ સરકારી હોવાથી લોકોએ તાત્કાલીક તાલુકા આઅરોગ્ય અધિકારીનો સંપર્ક કર્યો હતો. જેથી તાલુકા આરોગ્ય અધિકારીએ પોતાની ટીમને આ ઘટના સ્થળે મોકલી હતી અને દવાના જથ્થાનું પંચનામુ કરાવીને પોતાની કચેરી ખાતે લવડાવી હતી અને તેઓએ આ દવાઓ ક્યાંથી આવેલ છે અને ક્યા કારણોસર બહાર ફેલવામાં આવેલ છે તે બાબતે તાલુકાના ફાર્માસિસ્ટ દ્વારા તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આ અંગે તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. લક્ષ્મીકાંત સોમાણીએ જણાવેલ કે આ દવા જેણે પણ નાંખી છે તે ખોટું છે અને આ દવા કોણે નાંખી છે. તે બાબતે તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરોને જાણ કરીને પોતાના તાબાના ગામોમાં તપાસ કરવા માટે જાણ કરી છે અને જે હસે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News