સુરેન્દ્રનગરના દુધરેજ નજીક શિવ શક્તિ ગોડાઉનમાંથી આયુર્વેદિક સીરપનો જથ્થો ઝડપાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-02 18:58:22
  • Views : 85
  • Modified Date : 2023-12-02 18:58:22

ગેરકાયદે આયુર્વેદિક સીરપ વેચાણ મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લા ભરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દુધરેજ નજીક શિવ શક્તિ ગોડાઉનમાંથી આયુર્વેદિક સીરપનો જથ્થો ઝડપાયો હતો. કુલ 30 લાખથી વધુની સીરપ ઝડપી પોલીસે ગોડાઉન સીલ કર્યુ છે. આશરે 15 હજારથી વધુ અલગ અલગ બ્રાન્ડની સીરપની બોટલો જપ્ત કરવામાં આવી છે. પાન પાર્લર, મેડિકલ સ્ટોર અને જ્યાં સીરપ વેચાણ થાય છે ત્યાં પોલીસ વિભાગે દરોડા પાડ્યા હતા.મહત્વનું છે કે, ધ્રાંગધ્રા, વઢવાણ, સુરેન્દ્રનગર, પાટડી, જોરાવરનગર સહિતના વિસ્તારમાં સીરપનું વેચાણ થતું હતું. પોલીસે આવી કોઈ પણ પ્રકારની આયુર્વેદિક સીરપનું સેવન ન કરવા અપીલ કરી છે. ડોક્ટર લખી આપે તો જ સીરપનો ઉપયોગ કરવા લોકોને કહેવામાં આવ્યું છે. જો કે ખેડામાં ખરાબ સીરપ પીવાના કારણે 5થી વધારે લોકોના મોત થયા હતા.

Download Our B K News Today App



Related News