ડીસા તાલુકાના સમો ગામે રાજ્યના શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-29 11:23:29
  • Views : 200
  • Modified Date : 2022-03-29 11:23:29

આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી દરેક પક્ષોએ તૈયારીઓ કરવાની શરૂઆત કરી દીધી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો દરેક પક્ષના નેતાઓ કે કાર્યકર્તાઓ અત્યારથી જ પોતાના પક્ષને વિજય બનાવવા માટે ગામેગામ બેઠકોનું આયોજન કરી પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે ખાસ કરીને આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીમાં પોતાનો પક્ષ મજબૂત બને તે માટે પદ્માવતી કાર્યકર્તાઓ પક્ષમાં જોડાઈ રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના સમો ગામે પણ રાજ્યના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા ની અધ્યક્ષતા માં લોક સંપર્ક કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સમો ગામના સરપંચ આગેવાનો સહિત આજુબાજુના ગામોમાંથી અનેક લોકો ઉપસ્થિત રહયા હતા ખાસ કરીને સરપંચ અને ગ્રામજનો દ્વારા વિકાસના કામો તેમજ શિક્ષણને લગતા કામ વિશે રાજ્યના શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ રાજ્યના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા એ પણ જણાવ્યું હતું કે સમો તેમજ આજુબાજુના ગામોમાં જે પણ તકલીફ હશે તેની સરકારમાં રજૂઆત કરી તાત્કાલિક ધોરણે તેનું નિરાકરણ લાવવામાં આવશે સમૌ ગામે યોજાયેલા લોક સંપર્ક કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી નો સરપંચ તેમજ આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Download Our B K News Today App



Related News