ડીસામાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સદસ્ય જોડો અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-30 11:17:25
  • Views : 274
  • Modified Date : 2022-07-30 11:17:25


ડીસાના સરદાર પટેલ હાઇસ્કુલ પાસે ડીસાના યુવા ભાજપ મોરચાના કાર્યકર્તાઓ દ્વારા ભાજપ પક્ષમાં વધુ યુવાનો જોડાય તે માટે સદસ્ય અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજ્યો હતો.

 

વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દરેક પક્ષ પોતાની જીત માટે અત્યારથી જ એડીચૂંટીનું જોર શરૂ કર્યું છે ખાસ કરીને આ વર્ષે યોજાના ચૂંટણીને લઇ અત્યારથી જ દરેક પક્ષ દ્વારા બેઠકોનો દૂર શરૂ કર્યો છે અને યુવા કાર્યકર્તાઓ વધુમાં વધુ પક્ષમાં જોડાય તે માટે દરેક પક્ષના નેતાઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત હવે ભાજપ પક્ષ દ્વારા પણ સમગ્ર ગુજરાતમાં સદસ્ય અભિયાન અંતર્ગત ભાજપ પક્ષમાં વધુમાં વધુ યુવાનો જોડાય તે માટે કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ખાસ કરીને પાંચ વર્ષ સુધી કરેલા વિકાસના કામોને લઈ હાલમાં અનેક યુવાઓ પણ ભાજપ પક્ષમાં જોડાઈ રહ્યા છે ત્યારે આજે ડીસાની સરકાર પટેલ સ્કૂલ પાસે પણ ડીસા શહેર યુવા મોરચાની ટીમ દ્વારા સદસ્ય અભિયાન અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અઢીસોથી પણ વધુ કાર્યકર્તાઓ ભાજપ પક્ષ સાથે જોડાયા હતા અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ખપેથી ખભો મિલાવી ભાજપ પક્ષને ડીસા વિધાનસભાની ચૂંટણીમાં વિજય બનાવવા માટે અન્ય યુવાનોને પણ જોડશે.

Download Our B K News Today App



Related News