બનાસ મેડિકલ કોલેજ મોરીયા ખાતે બનાસ જળ સંચય અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં બનાસ ૧૧૧ તળાવ બનાવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-02 12:36:13
  • Views : 240
  • Modified Date : 2022-05-02 12:36:13

બનાસ મેડિકલ કોલેજ મોરીયા ખાતે બનાસ જળ સંચય અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં બનાસ ૧૧૧ તળાવ બનાવશે

દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા બનાસકાંઠા જિલ્લામાં બનાસડેરીના નેતૃત્વમાં ૭૫ મોટા તળાવો બનાવવા આપેલ સંકલ્પને સાર્થક કરવા બનાસ ડેરી અને જી.એન.પી.સી ટ્રસ્ટ કટિબધ્ધ છે. બનાસ જળશક્તિ અભિયાન અંતર્ગત બનાસ મેડિકલ કોલેજ મોરીયા ખાતે

પાણીને લઈને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જિલ્લાભરના સરપંચો, ખેડૂતો, પશુપાલકો અને આગેવાનો

ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય કરીને કરવામાં આવી હતી. આજના પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન અને બનાસ મેડિકલ કોલેજના આદ્યસ્થાપક શંકરભાઈ ચૌધરીએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જિલ્લાના તમામ આગેવાનોને આવકાર્યા હતા તથા પાણીની સમસ્યાને લઇને કહ્યું હતું કે આપણા વડવાઓએ ધરતી પર વહેતું

પાણી જાેયું હતું. પણ સમય જતાં પાણીનો યોગ્ય ઉપયોગ ના કરવાથી આજે જમીનના તળ ઊંડા ગયા છે. અગાઉ જિલ્લાના તળના પાણી ૧૦૦ ફૂટ હતા જે આજે ૧૦૦૦ ફૂટ ચાલ્યા ગયા છે. બનાસકાંઠાની વાત કરીએ તો ૫ થી ૭ વર્ષમાં પાણીની વિકટ પરિસ્થિતિ બની શકે છે જેના અનુસંધાને આપણે જળસંચય અભિયાન શરૂ કર્યું હતું.  આપણા સૌ કોઈની નૈતિક જવાબદારી બને છે કે આપણા

પૂર્વજાે જે પ્રકૃતિને છોડીને ગયા છે તેને સાચવવી. આપણા  સંતાનોને પાણી માટે ટળવળવું ના પડે તે માટે આપણી પેઢીને વિચારવું પડશે. ૫૦ વર્ષ પહેલાં બનાસ નદીમાં પાણી વહેતું હતું જે આપણા અહીંના હાજર લોકોએ રૂબરૂ જાેયું છે. તેમણે તમામ લોકોને વરસાદી પાણીનો સંગ્રહ કરવા, ડ્રિપ અને ઇરીગેશન પદ્ધતિનો વધુમાં વધુ ઉપયોગ કરવા તથા વૃક્ષારોપણ કરવા આહવાન કર્યું હતું તથા પ્રધાનમંત્રીના વિઝનને પૂરું કરવા સૌના સહિયારા પ્રયત્નો થકી કટિબદ્ધ બનીને કામ કરવાનું સૂચન કર્યું હતું.  આ પ્રસંગે બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ પી.જે.ચૌધરીએ જિલ્લામાં પાણીની સમસ્યાઓ તથા જી.એન.પી.સી. ટ્રસ્ટ થકી નવા તળાવ બનાવવા અને જૂના તળાવોને ઊંડા કરવા કેવી રીતે આગળ કામ કરવામાં આવશે તેનું ડિજિટલ માધ્યમ થકી પ્રેઝન્ટેશન રજૂ કરીને ખેડૂતોને માહિતગાર કર્યા હતા. તો ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કિર્તિસિંહ વાઘેલાએ પણ

પાણીની સમસ્યાને લઈને ગંભીર ગણાવી હતી અને

પાણીના તળ ઉંચા લાવવા સરકાર પણ વિવિધ પ્રયત્નો કરી રહી છે તેવું જણાવ્યું હતું. આજે જિલ્લામાં પાણી થકી પશુપાલન તથા અન્ય ઉદ્યોગો ર્નિભર છે આજે જાે નહિ સમજીએ તો આવનાર સમયમાં આવનાર સમયમાં કપરી પરિસ્થિતિ ઉભી થઇ શકે છે. આ સિવાય પણ  ભાજપા જિલ્લા પ્રમુખ ગુમાનસિંહે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે જાે જળ અભિયાન માટે દરેક વ્યક્તિ મહેનત કરીશે તો

આપણે સફળ થઈશું.  તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને બનાસ ડેરીના ડિરેક્ટરે પણ કહ્યું કે આ કામ સૌ કોઈનું છે અને સૌના સહિયારા પ્રયાસો થકી જ સફળ બનશે. આ અભિયાન કોઈ પાર્ટીનું નથી. રાજનીતિ વગર આં અભિયાનને સફળ બનાવવા પ્રયત્નો કરીએ.

અહી નોંધનીય છે કે બનાસ ડેરીના સહયોગથી તથા જી.એન.

પી.સી. ટ્રસ્ટ દ્વારા અને લોક ભાગીદારીથી જિલ્લાભરમાં તળાવો બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે. જેનાથી આવનાર સમયમાં પાણીની સમસ્યાને લઈને બનાસકાંઠા જિલ્લો આર્ત્મનિભર બનશે તથા પ્રધાનમંત્રીના સ્વપ્નને સાકાર કરવામાં ઉદાહરણ પૂરું

પાડશે. આજના આ પ્રસંગે બનાસ ડેરીના વાઇસ ચેરમેન ભાવાભાઈ, બનાસ બેંકના ચેરમેન પીરાજી

ઠાકોર, નિયામક મંડળ, જિલ્લાભરના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા તથા જળ શક્તિ અભિયાનને વેગવંતુ બનાવવા સંકલ્પ લીધો હતો.

Download Our B K News Today App



Related News