ડીસાના લાયન્સ હોલ ખાતે વિધવા મહિલાઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-25 12:11:22
  • Views : 316
  • Modified Date : 2022-07-25 12:11:22


ડીસાના લાયન્સ હોલ ખાતે મહિલાઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના મોટાભાઈ સોમાભાઈ મોદી ખાસ ઉપસ્થિત રહી તમામ વિધવા મહિલાઓનું સન્માન કર્યું હતું.


ડીસાના લાયન્સ હોલ ખાતે વિધવા મહિલા સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે દરેક સમાજમાં મહિલાઓ પુરુષોની સરખામણીમાં આગળ વધી રહી છે ત્યારે દરેક સમાજ દ્વારા દરેક કાર્યમાં આગળ વધતી મહિલાઓનું સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવી રહ્યું છે ત્યારે ડીસાના મોઢ સમાજ દ્વારા આજે મહિલાઓ માટે અનોખું સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજે યોજાયેલા આ કાર્યક્રમમાં ડીસા ખાતે રહેતી મોદી સમાજની વિધવા બહેનોને પ્રોત્સાહન સ્વરૂપે કીટ આપી સન્માન કરાયું હતું. આજે ડીસાના લાયન્સ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટાભાઈ સોમાભાઈ મોદી દ્વારા ખાસ વિધવા બહેનોને સન્માનિત કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આનંદ ગરબા મંડળીની મહિલાઓનું પણ હાજર મહેમાનો દ્વારા વિશિષ્ટ સન્માન કરાયું હતું. તો આ તરફ કોરોના વાયરસની મહામારી માં જેમના પરિવારમાંથી સભ્યો નું અવસાન થયું હોય તેવા બાળકોનું પણ આજે સન્માન કરાયું હતું ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં વસતા મોઢ સમાજના આગેવાનોએ સમાજ અન્ય સમાજની સરખામણીમાં આગળ વધે તે માટે પણ શુભકામનાઓ પાઠવી હતી આજે યોજાયેલા આ કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા પૂર્વ મહિલા આયોગના સભ્ય રાજુલાબેન દેસાઈ, હસમુખભાઈ મોદી કમલાબેન મોઢ, ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર અવનીબેન આલ, સહિતના  આગેવાનો અને મોઢ સમાજના લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો


Download Our B K News Today App



Related News