વાવ તાલુકાના ઢીમા ખાતે વિશ્વકર્મા મંદિરમાં સુથાર સમાજના યુવાનો દ્વારા બ્લડ ડોનેસનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-27 11:08:49
  • Views : 312
  • Modified Date : 2021-05-27 11:08:49

     બનાસકાંઠા જિલ્લામાં કોરોના કહેરમાં છેલ્લા બે વર્ષમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેમજ હજુ પણ લોકો સારવાર હેઠળ છે ત્યારે આં કહેરમાં કોરોના સિવાયની અન્ય બીમારીમાં જે લોકોને બ્લડ ની જરૂર હોય છે તે લોકો માટે બહુ મોટી મુશ્કેલી સર્જાઈ હતી. ત્યારે ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિનું બ્લડની અછતના કારણે મૃત્યુ થાય તે માટે અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવી રહ્યા છે ત્યારે વાવ તાલુકાના ઢીમા ગામ ખાતે વિશ્વકર્મા મંદિર ખાતે સુથાર સમાજના યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક સમાજના યુવાનો ભાગ લીધો હતો થરાદ અને વાવ ખાતે સુથાર સમાજ દ્વારા પ્રથમવખત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં આદર્શ બ્લડ બેંકના સાથ અને સહયોગ દ્વારા 60થી વધુ બોટલો રકત એકત્રીત કરવામાં આવ્યું હતું..જેમાં ડોકટર કરશનભાઈ તથા રમેશભાઈ ઢીમા વાળાએ વિશ્વકર્મા સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો.

Download Our B K News Today App



Related News