ડીસાની હરિઓમ સ્કૂલ પાસે આવેલ શાસ્ત્રીજી ગૌશાળા ખાતે ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-03 10:49:53
  • Views : 347
  • Modified Date : 2022-06-03 10:49:53

 

ડીસા શહેરના હરિઓમ સ્કુલ પાછળ આવેલ શાસ્ત્રીજી ની ગૌશાળા ખાતે ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીસા શહેરમાં થી મોટી સંખ્યામાં ભક્તો ભજન સત્સંગના કાર્યક્રમમાં જોડાયા હતા અને મોડી રાત સુધી ભજનની ભક્તિમાં રંગાઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

 

હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થાનું એક અનેરૂ મહત્વ રહેલું છે ખાસ કરીને હિંદુ ધર્મના લોકો ભક્તિ સાથે અનેરી આસ્થા રાખતા હોય છે ત્યારે ડીસા શહેરના હરિઓમ સ્કુલ પાછળ આવેલ શાસ્ત્રીજી મહારાજ ની ગૌશાળા ખાતે ભજન સત્સંગ નું આયોજન કરવામાં આવ્યું હતું ડીસા શહેરના હરિઓમ સ્કુલ પાછળ આવેલ વિસ્તારમાં નિર્જન જગ્યાને તપોભૂમિ બનાવનાર રઘુવરસરળ શાસ્ત્રીજી મહારાજની નવમી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શાસ્ત્રીજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે ખાસ દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાર્મિક કાર્યક્રમો સવારથી જ યોજાયા હતા જેમાં સૌપ્રથમ હવન નું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તોએ હવનમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી જે બાદ શાસ્ત્રીજી મહારાજ ની ગૌશાળા પ્રત્યે અસંખ્ય લોકો શ્રધ્ધા ધરાવે છે અને વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો આ ગૌ શાળામાં આવીને દર્શન નો લાભ લેતા હોય છે ત્યારે આજે રાત્રે ગૌશાળા ખાતે ભજન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ડીસા શહેર માંથી ભાવિક ભક્તો ભજન સત્સંગના કાર્યક્રમમાં જોડાયા હતા અને મોડી રાત સુધી ભજન સત્સંગમાં લીન બની ભક્તિમાં જોડાયા હતા

Download Our B K News Today App



Related News