ડીસાના નવાવાસ ચોકમાં રામદેવપીરના મંદિરે ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-10 14:31:01
  • Views : 281
  • Modified Date : 2021-09-10 14:31:01

     ડીસામાં નવાવાસ ચોકમાં રામદેવપીરના મંદિરે ભજન સંધ્યા નો કાર્યક્રમ યોજાયો હતો. હિન્દુ ધર્મમાં પવિત્ર શ્રાવણ માસ જેટલો જ ભાદરવા મહિનાનું મહત્વ રહેલું હોય છે દર વર્ષે ભાદરવા મહિનામાં હિન્દુધર્મના અનેક તહેવારો નો મહિમા રહેલો હોય છે ભાદરવા મહિનામાં ઠેર ઠેર ભજન સંધ્યાના કાર્યક્રમો પણ યોજાતા હોય છે ત્યારે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભાદરવા સુદ બીજના દિવસે રામદેવપીર ના વિવિધ મંદિરોમાં આરતી હવન નેજા ભજન સંધ્યા જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ત્યારે ડીસાના જૂની પોલીસ લાઈન પાસે આવેલા રામદેવપીરના મંદિર ખાતે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભકતોએ દર્શનનો લાભ લીધો હતો.ડીસા શહેરના જૂની પોલીસ લાઈન પાસે આવેલ બાબા રામદેવપીરના મંદિર ખાતે ગઈકાલે ભાદરવા સુદ બીજના દિવસે બાબા રામદેવ ના મંદિરે આરતી હવન શોભાયાત્રા નેજા અને સાંજે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો જેમાં ખાસ નટવરજી ઠાકોર અને સુખદેવભાઈ ઠાકોર સહિત પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

Download Our B K News Today App



Related News