થરા ખાતે જલારામ બાપાની ૨૨૨ મી જન્મજયંતિ નિમિતે શોભાયાત્રા નીકળી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-12 12:01:57
  • Views : 199
  • Modified Date : 2021-11-12 12:01:57

  સૌરાષ્ટ્ર્ની ભુમી એટલે સંત અને સુરોની ભુમી જયાં નામી અનામી સંતોએ અઘોર ભકિત કરી ભગવાનના સાક્ષાત દર્શન કર્યા. સૌરાષ્ટ્રની ધરતીને પાવન કરી છે.જેમાં ભકત નરસિંહ મહેતા શેઠ-શગાળશા તદ ઉપરાંત રાજકોટ જિલ્લાના નાનક્ડા વીરપુર ગામમાં જલારામ નામના ભક્તની અઘોર ભકિત થકી ભગવાનના સાક્ષાત દર્શન કરી ઝોળી અને ધોકો જલારામને હાથો હાથ દઈ ભગવાન અદ્રશ્ય થયા આજના પવિત્ર દિવસે જેમનો જ્ન્મ થયેલો જેના પડઘા કાંકરેજ તાલુકાના થરામાં પડતાં કાંકરેજ તાલુકાના રઘુવંશી પરીવારના ભાઈઓ બહેનો અને બાળકોએ  સંત જ્લારામ બાપુની અલખ જગાવેલ દર વર્ષ ની જેમ ચાલુ વર્ષે જલારામ બાપાની ૨૨૨ મી જન્મ જયંતિ નિમિતે સવારે  ગોકુલિયા ગોગા મહારાજ ગોકુલ નગર સોસાયટીમાંથી ભવ્ય શોભાયાત્રા ઢોલ નગારા અને બેન્ડવાજા સાથે નિક્ળેલ જે તાણાં રોડ થઈ હાઈવેસ્થિત બહુચર માતાજી મંદિરે આવેલ ત્યાં પુજારી ગૌસ્વામી  મુકેશભારથી સોમભારથી સ્વાગત કરેલ માતાજીના ચાચરચોકમાં ગરબા રમી શોભાયાત્રા માર્કેટયાર્ડ પહોંચેલ અને ત્યાથી શોભાયાત્રા માર્કેટયાર્ડ ગરનાળે થઈ પોલિસ સ્ટેશન થઈ નિજ મંદિરે પહોચેલ. શોભાયાત્રામાં અચરતલાલ સી.ઠક્કર,અરવિંદભાઇ કે. ઠક્કર, તેમજ કાંકરેજ તાલુકાના રઘુવંશિ પરીવારના ભાઈઓ,બહેનો,તેમજ બાળકો તન મન અને ધનથી શોભાયાત્રામાં જોડાયેલ.

Download Our B K News Today App



Related News