ડીસા તાલુકાના સેરપુરા ગામે પણ 150 વર્ષ જુનું રાજ રાજેશ્વરી ભટીયાણી માતાના મંદિરે આજે પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-22 11:32:13
  • Views : 240
  • Modified Date : 2021-10-22 11:32:13

હિન્દુ ધર્મમાં તહેવારોની સાથો સાથ પ્રતિષ્ઠા મહોત્સવનું પણ એક આગવું મહત્વ રહેલું છે  હિન્દુ ધર્મમાં શક્તિ ભક્તિ અને આસ્થાનું એક અનેરૂ મહત્વ રહેલું છે વર્ષોથી હિન્દુ ધર્મમાં અનેક દેવી-દેવતાઓનો સ્થાન રહેલું છે.જેના કારણે હિન્દૂ ધર્મના લોકો અનેક દેવી દેવતાઓની પૂજા અર્ચના કરે છે.ત્યારે હાલમાં હિન્દુ ધર્મમાં તહેવારોની ઉજવણી થઈ રહી છે તેની સાથોસાથ અનેક વિસ્તારોમાં પ્રતિષ્ઠા મહોત્સવ પણ ઉજવવામાં આવી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના સેરપુરા ગામે પણ 150 વર્ષ જુનું રાજ રાજેશ્વરી ભટીયાણી માતાના મંદિરે આજે પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ડીસા તાલુકાના સેરપુરા ગામે 150 વર્ષ પહેલા ભટિયાણી માતાના મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જે બાદ વર્ષો થી સેરપુરા ગામના લોકો આ મંદિરે દર વર્ષે પૂજા અર્ચના કરતા હતા ત્યારે આજે આ ગામના લોકોએ નવા મંદિરની વાજતે ગાજતે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રતિષ્ઠા મહોત્સવમાં શેરપુરા ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાજ રાજેશ્વરી ભટીયાણી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

 

Download Our B K News Today App



Related News