ડીસા આખોલ ચાર રસ્તા આપના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-02 12:33:51
  • Views : 270
  • Modified Date : 2022-09-02 12:33:51

 

આમ આદમી પાર્ટીના વિધાથી નેતા યુવરાજસિંહને ભાજપના આગેવાન દ્વારા અપાઈ ધમકી અપાતા ઝોરબા હોટલ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી પોલીસ સ્ટેશનમાં કરાઈ રજૂઆત....


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો ની લડાઈ પણશરૂયાત  થઈ ચુકી છે ત્યારે વખતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને આપ સામે કાંટાની ટક્કર જોવા મળશે તેવું જોવા મળી રહ્યુ છે ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક ગુજરાતનાં પ્રવાસે આવી અનેક ગેરંટી આપવામાં આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ બેરોજગાર યુવાનોને સરકારી નોકરીની ગેરંટી સાથે રોજગાર યાત્રા લઈને નીકળ્યા છે ત્યારે  બનાસકાંઠા જિલ્લામાં રોજગાર યાત્રાને જન સમર્થન મલી રહ્યું છે ત્યારે  હવે આપના વિધાથી નેતા યુવરાજસિંહને ધમકીઓ મળી રહી છે. યુવરાજસિંહ જાડેજા રોજગાર ગેરંટી યાત્રા લઈને ગઈકાલે બનાસકાંઠામાં પહોંચ્યા છે અને આજે તેમની યાત્રા ડીસા તાલુકાના મુડેઠા ગામે પહોંચવાની હતી તે પૂર્વે તેમને અલગ અલગ બે નંબર પરથી ભાજપના હોદ્દેદારે ધમકી આપી હોવાનું જણાવ્યું હતું. મુડેઠા ગામમાં જો રોજગાર ગેરંટી યાત્રા લઈને પહોંચશે તો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવરાજસિંહએ પોલીસ મથકે મામલે ફરિયાદ નોંધાવી છે તેમણે જણાવ્યું હતું કે ભાજપના ગુંડાઓની આવી ધમકીઓથી અમો ડરવાના નથી અને તેઓ યુવાનોની વાત લઈને લોકો સમક્ષ જઈ રહ્યા છીએ ત્યારે ભાજપ તેમને કોઈપણ રીતે દબાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.  સમગ્ર ઘટનાને પગલે યુવરાજસિંહ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હોવાનું જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News