ડીસા નગરપાલિકા દ્વારા કતલખાના બંધ કરાવવા લઇને નાટક ભજવાયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-11 12:07:01
  • Views : 918
  • Modified Date : 2021-08-11 12:07:01

     ડીસા શહેરમાં આજે જીવદયા પ્રેમીઓ દ્વારા ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા લઇ ડીસાના નાયબ કલેકટર અને ડીસાના નાયબ મામલતદાર ચીફ ઓફિસરને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેને લઇને નિશાનો વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હોય તેમ આજે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર અને ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના સ્ટાફ દ્વારા ગવાડી અને મીરા મહોલ્લા વિસ્તારમાં સાંજના સુમારે સફાઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ચીફ ઓફિસર અને પોલીસ દ્વારા માત્ર ચેકિંગના નામે નાટક ભજવાયું હોય તેવું જોવા મળ્યું હતું નગરપાલિકાના ચીફ ઓફિસર અને પોલીસની ગાડી સાથે અને મીરા મહોલ્લા વિસ્તારમાં માત્ર ગાડીના રાઉન્ડ મારીને કસાઇઓને સાવચેત કરવામાં આવ્યું હોય તેવું દેખાઈ હતું પોલીસ અને નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ચેકિગ દરમિયાન તમામ  માંસ મટનની હાટડીઓ બંધ જોવા મળી હતી અને જે  દુકાન ચાલું હતી તે માત્ર સુચના આપી બંઘ કરાવી હતી અને પોલીસ અને ચીફ ઓફિસર બારોબાર ગવાડી અને મીરા મહોલ્લા વિસ્તાર ગવાડી ચાર રસ્તા પર આંટો મારી સંતોષ માન્યો હતો.

બનાસકાંઠા ના ડીસા શહેરમાં ગેરકાયદેસર ચાલતાં કતલખાના તેમજ ઠેરઠેર ઊભી થયેલી માંસ મટન ની દુકાનો બંધ કરાવવા આજે શહેરના જીવદયાપ્રેમીઓએ આવેદનપત્ર આપ્યા ના ગણતરીના સમય માજ નગરપાલિકા એક્શન માં આવી ગઈ હતી અને તરતજ ગેરકાયદેસર માંસ મટન ની દુકાન અને કતલખાનાઓ ને નોટિસો પાઠવી કાર્યવાહી શરૂ કરી હતી.

ડીસા શહેરના ગવાડી,અખર,તીનબત્તી, પાટણ હાઈવે, રાજપુર અને મીરા મહોલ્લા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માંસ મટન ની દુકાનો ધમધમી રહી છે. ઉપરાંત ડીસા શહેરમાં ગેરકાયદેસર રીતે કતલખાનાઓ પણ ચાલી રહ્યા છે. એક પણ દુકાન કે કતલખાના દ્વારા નગરપાલિકા ની કોઈપણ સરકારી વિભાગની મંજૂરી લેવામાં આવી નથી. જે બંધ કરાવવા અગાઉ કોર્ટે આદેશ કરેલો છે તેમ છતાં માંસ અને મટનની ગેરકાયદેસર દુકાનો સદાય ધમધમતી રહે છે. ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિને કારણે કોઈ ધારાધોરણ જળવાતું હોય બીમાર અને રોગિષ્ઠ પશુઓનું માંસ પણ વેચવામાં આવે છે. જ્યારે પશુઓના શરીરના વધારાના અંગો જાહેરમાં ફેંકવામાં આવતા રોગચાળાનો પણ ભય રહે છે. ઉપરાંત માંસ મટન ની દુકાન  જાહેર રોડ પર રાખી લોકોની લાગણી દુભાવવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે. જેથી આજે શહેરના જીવદયા પ્રેમી અને ધર્મપ્રેમી સંગઠનો દ્વારા માંસ મટન ની દુકાન બંધ કરાવવા ડીસાના નાયબ કલેકટર,ડીસા ડીવાયએસપી, મામલતદાર,ચીફ ઓફિસર તેમજ પોલીસ મથકે આવેદનપત્ર આપી પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરાવવા જણાવ્યું  હતું. અંગે ડીસાના જાણીતા વકીલ અને જીવદયા પ્રેમી ધર્મેન્દ્રભાઈ જણાવ્યું હતું કે ડીસા શહેરમાં એક પણ કતલખાનું કે મટન ની દુકાન પાસે લાઇસન્સ નથી. કોર્ટે અગાઉ પણ તેમને બંધ કરવાનો આદેશ કરેલો છે.જેથી પ્રવૃત્તિ સદંતર બંધ થવી જોઈએ.

 

આવેદન પત્ર આપવાને પગલે ડીસા નગરપાલિકા ગણતરીના સમયમાં તમામ દુકાનો અને ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા માટે નોટિસો પાઠવવા નું શરૂ કરાયું હતું. અંગે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ જણાવ્યું હતું કે ડીસા શહેરમાં માસ મટન ની એક પણ દુકાન કે કતલખાના નું રજીસ્ટ્રેશન થયેલું હોય તમામ ગેરકાયદેસર છે. અગાઉ પણ નોટિસો બંધ કરવા આપેલી છે તેમજ આજે પણ તમામ પ્રવૃત્તિ કાયમી ધોરણે બંધ કરવા નગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.

ડીસા  શહેરમાં લગભગ 25 થી વધુ માસ મટન ની દુકાનો ચાલી રહી છે જેને બંધ કરવા માટે નોટિસ આપવા જતા કેટલાક વેપારીઓએ નોટિસ લેવાનો ઇનકાર કર્યો હતો જેથી નગરપાલિકા ની ટીમે પોલીસને સાથે રાખી નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News