અમીરગઢના જૂનીરોહ ગામના સ્મશાનમાં વૃદ્ધ મહિલાનો ફોટો વાયરલ : શું છે આ ફોટાની હકીકત ? જુઓ અમારા વિશેષ અહેવાલમાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-13 12:04:20
  • Views : 676
  • Modified Date : 2021-05-13 12:04:20

     રાજસ્થાનની સરહદને અડીને આવેલા બનાસકાંઠાના અમીરગઢ પંથકના જૂનીરોહ ગામનો એક ફોટો હાલ સોશીયલ મીડિયામાં ખુબજ તેજીથી વાઇરલ થઈ રહ્યો છે જેમાં ગામની મંગુબેન ચૌહાણ નામની વૃદ્ધ મહિલા પોતાના મૃતક પુત્ર મહેશની યાદમાં ગામના સ્મશાનમાં જઈને જ્યાં પુત્રને અગ્નિદાહ અપાયો હતો તે જગ્યાએ જઈને લાકડાને બાથ ભરીને પુત્રની યાદમાં કલ્પાંત કરી રહી છે જોકે આ ફોટો સોશીયલ મીડિયામાં વાઇરલ થતાં સમગ્ર દેશના લોકો આ માતા પ્રતેય પ્રેમ વરસાવી રહ્યા છે ,મંગુબેન ચૌહાણ વિશે વાત કરીએ તો તેમના પતિ શંકરભાઈ ચૌહાણનું અકસ્માતમાં દસ વર્ષ અગાઉ મૃત્યુ થયું હતું  તેમની બે પુત્રીઓ અને બે પુત્રોમાં લગ્ન થઈ ગયા છે જેમાં તેમનો સૌથી નાનો પુત્ર મહેશ માતાની પાસે રહેતો હતો, જોકે ચાર માસ અગાઉ જૂનીરોહ નજીકથી પસાર થતી રેલવે ટ્રેક પાસે મહેશનો મૃતદેહ મળ્યો હતો અને ત્યાર બાદ ગામના સ્મશાનમાં જ તેના અગ્નિસંસ્કાર કરાયા હતા,જોકે વાઇરલ ફોટો દ્વારા સોશીયલ મીડિયામાં એવું કહેવાય રહ્યું છે.

     વૃદ્ધ મંગુબેનને તેનો પુત્ર ખુબજ વહાલો હતો અને તેની અણધારી વિદાયના કારણે માતા શોકમગ્ન થઈ ગઈ અને તેના પુત્રની યાદમાં સ્મશાનમાં જઈને રડે છે અને કલ્પાંત કરી રહી છે જોકે અમારી ટીમે સાચું શુ છે તે જાણવા માટે ગામના લોકોને પૂછ્યું તો જાણવા મળ્યું કે મંગુબેનનો આ ફોટો ખોટી રીતે વાઇરલ કરવામાં આવ્યો છે તે રોજ દારૂ પીવે છે અને દારૂપીને ગમે ત્યાં સુઈ જાય છે ,જોકે અમારી ટીમે મંગુબેનના ઘરે પહોંચી અને તેમને પૂછતાં તેમને કહ્યું કે મને મારા પુત્રની યાદ આવે છે તેથી હું સ્મશાનમાં જઈને સુઈ રહ્યું છું હું દારૂ નથી પીતી ગામના લોકો મારા ઉપર રોષે ભરાય છે તેથી તેવો ખોટું બોલે છે હું પહેલા દારૂ પીતી હતી પણ હવે નથી પીતી મને મારા પુત્રની ખૂબ યાદ આવે છે.

     વૃદ્ધ મહિલા કહી રહ્યા હતા કે હું મારા પુત્રની યાદ કરીને આવું કરું છું ત્યારે અમારી ટિમ ગામના સરપંચ લખાભાઈ ચૌહાણ પાસે પહોંચી અને તેમને પૂછતાં તેમને કહ્યું કે આ મહિલા રોજ દારૂ પીને આવી હરકતો કરે છે તે દારૂ પીને ગામમાં કોઈ પણ જગ્યાએ સુઈ જાય છે જોકે તે ગઈકાલે નદીના પટમાં સૂતી હતી એટલે કોઈએ ફોટો પાડીને ખોટી રીતે વાઇરલ કર્યા તે ખોટી રીતે કર્યો છે મહિલા વર્ષોથી દારૂપીને આવી હરકતો કરી રહી છે.

     આટલી માહિતી મેળવ્યા બાદ જોકે હજુ વધુ હકીકત મેળવવા અમારી ટિમ આ મહિલાની પુત્રવધુ પાસે પહોંચી તો પુત્રવધુએ કહ્યું કે મારી સાસુ રોજ ખુબજ દારૂ પીવે છે અને તોફાન કરે છે અમારી સાથે ઝગડા કરે છે અમે અમારી જોડે તેને રાખીએ તો પણ નથી રહેતી અને તે મૃતક મહેશભાઈની યાદમાં આવું કરે છે તે ખોટું છે મહેશભાઈ જીવતા હતા તો પણ મારી સાસુએ તેને કદી ખાવાનું પણ આપ્યું નથી તેને સારી રીતે રાખ્યો નથી જોકે મારી સાસુ દારૂપીને રોજ ગામમાં કોઈ જગ્યાએ પડી હોય છે કાલે નદીમાં પડી હતી તો કોઈએ ફોટો પાડીને વાઇરલ કર્યો તે ખોટું વાઇરલ કરાયું છે.

     સોશીયલ મીડિયામાં વૃદ્ધાનો ફોટો વાઇરલ થતાં દેશભરના લોકો માતાની મૃત્યુ પુત્ર પ્રતેયની ભાવનાને બિરદાવી રહ્યા છે પરંતુ અમારી પડતાલમાં આ ફોટો ખોટી રીતે રજૂ કરવામાં આવ્યાનું સામે આવ્યું છે.

Download Our B K News Today App



Related News